(એજન્સી) નવી દિલ્હી,તા.૧૪
ભાજપના વિદ્રોહી સાંસદ સાવિત્રી બાઈ ફુલેએ કેન્દ્ર સરકારના સુવર્ણોને આરક્ષણ આપવાના નિર્ણય અંગે હુમલો કરતા આ પગલાના ભાજપ સરકારનું મોટા ષડયંત્ર ગણાવ્યું હતું.
સાવિત્રી બાઈએ કહ્યું કે, જેમના ત્યાં લોકો પાણી ન પીતા હતા. જેમના હાથને સ્પર્શે જમતા ન હતા. જે જાતિના લોકોથી નફરત કરતા હતા આજ તે જ સમાજનો હક મારવા કેન્દ્ર સરકાર સુવર્ણ આરક્ષણનું ષડયંત્ર રચવાનું કામ કરી રહ્યું છે. જેનાથી દેશની જનતામાં ભારે આક્રોશ છે.
સાવિત્રી બાઈએ જાહેર એલાન કર્યું છે કે ર૦૧૯ની ચૂંટણીમાં જે પણ પક્ષ નરેન્દ્ર મોદીને હરાવવાનું કે ભાજપને રોકવાનું કામ કરશે તેમના માટે મહાગઠબંધનને હું ખુલ્લુ સમર્થન કરીશ.