(એજન્સી) બેઈજિંગ, તા.ર૬
સંયુક્તરાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન વિરૂદ્ધ ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના આકરા વલણને ચીની મીડિયાએ અહંકાર કરાર આપ્યો છે.
ચીની મીડિયાએ આરોપ લગાવતા કહ્યું કે, હાલના વર્ષોમાં થયેલા સરળ આર્થિક વિકાસ અને વિદેશી સંબંધોને કારણે ભારત-પાકિસ્તાનને નીચું દેખાડી રહ્યું છે. જો કે પાકિસ્તાનમાં આતંકવાદ હોવાની વાતનો ચીની મીડિયાએ સ્વીકાર કર્યો છે. સુષ્માના નિવેદનથી ભડકેલી ચીનની સરકારી મીડિયાએ આને ભારતનું પક્ષપાતી વલણ કહ્યું છે. સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે પોતાના સંપાદકમાં લખ્યું કે, ‘પાકિસ્તાનમાં આતંકવાદ છે’ પણ આતંકવાદનું સમર્થન કરવું શું દેશની રાષ્ટ્રીય નીતિ છે ? આતંકવાદના છાવરી પાકિસ્તાને શું ફાયદો થશે ? પૈસા કે સન્માન ?
આગળ સંપાદકમાં લખ્યું કે, હાલના સમયમાં અર્થવ્યવસ્થાના સરળ વિકાસ અને વિદેશી સંબંધોને કારણે અહંકારી ભારત-પાકિસ્તાનને નીચે દેખાડી રહ્યું છે. અને ચીનની સાથે પણ ભારત અહંકાર બતાવી રહ્યું છે. આગળ લખ્યું કે, ભારતને લાગે છે કે, પાકિસ્તાન પોતાના પાડોશી દેશથી ડરી જશે અને અમેરિકા તથા યુરોપના આકર્ષણમાં જતું રહેશે. ભારતે મતભેદ વધારવાની જગ્યાએ ચીન સાથે મિત્રતાપૂર્વક વ્યવહાર કરવો જોઈએ અને પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. સંપાદકમાં મસૂદ અઝહરને આતંકવાદી ઘોષિત કરવા પર ભારતના પ્રયાસને ચીન દ્વારા વિરોધ કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુષ્મા ભારતીય મીડિયા પર વિશ્વાસ કરતાં જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસને લઈ ચીન પર અપ્રત્યક્ષ રૂપથી હુમલો કરી રહી છે. નોંધનીય છે કે, વિદેશમંત્રીએ સુષ્મા સ્વરાજે સંયુક્તરાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં દુનિયાની સામે પાકિસ્તાનને ફરીવાર એકસપોઝ કર્યું છે.