(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે કે મુસ્લિમ કોમના પ્રતિનિધિઓએ સુપ્રીમકોર્ટમાં ‘‘માતા કી ચૌકી’’ની વિરૂદ્ધમાં અરજી દાખલ કરી છે. એમણે માગણી કરી છે કે, જાહેર સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમો યોજવાની મંજૂરી નહીં આપવી જોઈએ. આ માહિતી ટ્વીટર ઉપર મૂકયા પછી સામે પ્રશ્ન કર્યા છે કે, શું હિન્દુ નમાઝને રોડ ઉપર પઢવા મંજૂરી આપશે ? ટ્વીટ કરનાર ઉમરાવે ટ્વીટ ભૂંસી નાંખી પણ એ ટ્વીટ એક દિવસમાં ખૂબ જ વાયરલ થઈ ગઈ. જો કે ખરી હકીકત એ છે કે, મુસ્લિમોએ આવી કોઈ અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ કરી નથી પણ જ્યોતિ જાગરણ મંચે એનજીટીમાં ‘માતા કી ચૌકી’ યોજવા અરજી કરી હતી જે મંજૂરી એનજીટીએ રદ કરી હતી જેને પડકારતી અરજી સુપ્રીમકોર્ટમાં કરી હતી. મંચ તરફે વકીલાત કરનાર મુસ્લિમ છે જેનાથી લોકોએ અનુમાન મૂકયું કે એમણે માત કી ચૌકીનો વિરોધ કર્યો છે. પણ એ મંચ તરફથી માતા કી ચૌકીની તરફેણ કરી રહ્યા હતા. આ મામલે સુપ્રીમકોર્ટમાં અરજી પડતર છે. મંચ તરફથી વકીલ ફુઝૈલ ઐયુબીએ રજૂઆતો કરી હતી. સોશિયલ મીડિયામાં આ પ્રકારની અફવાઓ ફેલાતા એમણે ટ્વીટ કરી લોકોને સાચી માહિતી આપી હતી. આના પછી અન્ય પણ લોકો ઐયુબીની તરફેણમાં આવ્યા. અન્ય એક યુઝરે લખ્યું ઘણા બધા લોકો ખરાઈ કર્યા વિના ખોટા સમાચારો ફેલાવે છે. ફકત નામ જોઈ ખોટા અનુમાનો કરે છે પણ આપણા દેશમાં વકીલો આ બાબત ભેદભાવ નથી રાખતા. બાબરી મસ્જિદના કેસની તરફેણમાં હિન્દુ વકીલ દિવાન છે. લઘુમતી કોમની વ્યક્તિઓને લક્ષ્ય બનાવવાની એક પ્રથા જ ચાલી નીકળી છે. વગર વિચારે વગર સમજે લોકો ખોટી વાતો ફેલાવી કારણ વિનાનો તણાવ ઊભો કરે છે.
બનાવટી સમાચારો સામે ચેતવણી : મુસ્લિમોએ ‘માતા કી ચૌકી’ના વિરોધમાં સુપ્રીમકોર્ટમાં અરજી નથી કરી

Recent Comments