નવી દિલ્હી, તા.૬
અયોધ્યા જમીન વિવાદ બાબત સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો જે મુજબ વિવાદિત જમીન મંદિર બનાવવા અપાઈ હતી અને મુસ્લિમ પક્ષકારને વૈકલ્પિક રીતે મસ્જિદના નિર્માણ માટે પ એકર જામીન આપવા આદેશ કરાયો હતો. આ કેસની રિવ્યુ અરજી દાખલ કરવા માટે આજે છેલ્લો દિવસ હતો. પર્સનલ લૉ બોર્ડના સત્ય કમાલ ફારૂકીએ જણાવ્યું કે, ‘અમોએ શુક્રવોર રિવ્યુ અરજી દાખલ કરી છે. આ અંગે અમોએ ગયા અઠવાડિયે નિર્ણય કર્યો હતો. આ ફક્ત જોગાનુજોગ છે કે આજે ૬ઠ્ઠી ડિસેમ્બર છે અને આ રિવ્યુ અરજીમાં અમારા વકીલ રાજીવ ધવન જ છે. એમાં કોઈ શંકા નથી. કમાલ ફારૂકીએ જણાવ્યું કે, રજી ડિસેમ્બરે સમાચારો મળ્યા હતા કે એજાઝ મકબૂલે જમિયત-ઉલેમા-એ-હિન્દના વકીલ તરીકે રાજીવ ધવન જ હતા. નોંધનીય છે કે આ સમાચારો પછી રાજીવ ધવનને દૂર કર્યો હતો. તે સમયે પણ અમારા વકીલ રાજીવ ધવન જ હતા. નોંધનીય છે કે આ સમાચારો પછી રાજીવ ધવને જણાવ્યું હતું કે, કોઈપણ વાતચીત વિના અમને દૂર કરાયો છે જેને હું સ્વીકારું છું. પણ પછીથી જમિયતે ખુલાસો કર્યો કે રાજીવ ધવન મુસ્લિમ પક્ષ તરફે રજૂઆત કરશે અને જે ગેરસમજ થઈ હતી એ માટે અમે માફી નામું બહાર પાડીશું.
પર્સનલ બોર્ડે પોતાના વકીલ એમ.આર.શમશાદ અને શકીલ અહમદ સૈયદ દ્વારા અપીલ તૈયાર કરી હતી અને રાજીવ ધવન અને જાફરયાબ જીલાનીએ એને સુધારી હતી. અરજીમાં સુપ્રીમ કોર્ટના ૯મી નવેમ્બર-ર૦૧૯ના ચુકાદાની સમીક્ષા કરવા જણાવાયું છે.
૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯રના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ સાથે જોડાયેલ સંગઠનોના કાર્યકરોના ટોળોએ અયોધ્યામાં આવેલ બાબરી મસ્જિદને તોડી પાડી હતી. વિશ્વ હિન્દુ પરિષદે આની પહેલ કરી હતી. એમનો દાવો છે કે ભગવાન રામનો જન્મ આજ સ્થળે થયો હતો. જ્યાં પછીથી બાબરી મસ્જિદ બનાવાઈ હતી. મસ્જિદ તોડ્યા પછી દેશભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં ર૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. વરસો સુધી ચાલેલ કેસમાં સુપ્રીમ કોર્ટે ૯મી નવેમ્બર-ર૦૧૯ના રોજ ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા પછી બાબરી મસ્જિદ તોડી પાડવાની આ પહેલી વરસી છે જેના લીધે અયોધ્યામાં ખાસ તકેદારી રાખવામાં આવી છે.