(એજન્સી)
નવી દિલ્હી, તા.૧પ
સુપ્રીમકોર્ટના જજ આર.એફ.નરીમાને જણાવ્યું કે, સરકારે સબરીમાલા કેસમાં મેં આપેલા મહત્ત્વપૂર્ણ વિરોધી મંતવ્યને ધ્યાનથી વાંચવું જોઈએ. જજ નરીમાને પોતાનો અને જજ ચંદ્રચૂડનો વિરોધી આદેશ આપ્યો હતો. જજે સોલિસિટર જનરલ તુષાર મહેતાને તમારી સરકારને કહેજો કે ગઈકાલે મેં સબરીમાલા કેસમાં વિરોધી ચુકાદો આપ્યો છે. એમને ધ્યાનથી વાંચે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, સરકારી અધિકારીઓ આ બાબત ધ્યાન નથી આપતા જેથી આદેશનો અમલ કરવા પ્રયાસ નથી કરતાં. જજે કહ્યું અમારા આદેશોનું અમલ થવું જ જોઈએ, અમે કોઈપણ સંજોગોમાં એનું ભંગ સહન નહીં કરીએ. જજ નરીમાન અને ચંદ્રચૂડ જે પાંચ જજોની બંધારણીય બેંચના જજો હતા એમણે સબરીમાલા કેસની રિવ્યુ અરજી રદ કરતો ચુકાદો આપ્યો હતો જે ચુકાદો અન્ય ત્રણ જજોથી વિરૂદ્ધ હતો. સુપ્રીમકોર્ટમાં સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ બાબતે રિવ્યુ અરજી દાખલ થઈ હતી. આ પહેલાં કોર્ટે બધી વયની મહિલાઓને પ્રવેશ આપવા ચુકાદો આપ્યો હતો. એમણે આ ટકોર મહેતાને તે વખતે કરી હતી જ્યારે ઈડી દ્વારા દાખલ થયેલ અપીલની સુનાવણી ચાલી રહી હતી જેમાં ઈડીએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટે ઈડીની અરજી રદ કરી હતી.