(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૦
આમ્રપાલી ગ્રુપના ડાયરેક્ટરોની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે એમની ૯ મિલકતો સીલ કરવા આદેશ આપ્યો છે. જેમાં ૪૬ ગ્રુપ કંપનીઓના દસ્તાવેજો મૂકાયેલ છે. પ્રમોટરો અનિલકુમાર શર્મા, શિવ પ્રિયા અને અજયકુમારે કોર્ટને વિનંતી કરી હતી કે એમને ગેસ્ટ હાઉસની કસ્ટડીમાં રાખવામાં આવે પણ કોર્ટે જણાવ્યું કે, એમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવશે અને લોકઅપમાં નહીં રાખવામાં આવે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટરોને પોલીસ કસ્ટડીમાં સોંપવા આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી ડાયરેક્ટરો ફોરેન્સિક ઓડિટર્સને આપવા માટે દસ્તાવેજો નહીં આપે ત્યાં સુધી એમની કસ્ટડી ચાલુ રહેશે. ગ્રુપના દસ્તાવેજો ૯ મિલકતોમાં રાખવામાં આવે છે. જે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, બકસર અને રાજગીરમાં આવેલ છે. કોર્ટે રાજગીર અને બકસરની મિલકતો પણ સીલ કરવા જણાવ્યું છે અને એની ચાવીઓ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને સોંપવા કહ્યું છે.