અમદાવાદ,તા.૧૩
રમતગમતક્ષેત્રમાં સરિતા ગાયકવાડની સિદ્ધિની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં વધુ એક સારા સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદ,ગુજરાત અને દેશનું ગૌરવ વધારનાર આ સિદ્ધિ મળી છે રોલર સ્કેટિંગમાં. જેમાં સાઉથ કોરિયામાં રમાયેલી એશિયા રોલર સ્કેટીંગ ચેમ્પિયનશિપમાં મશરી પરીખ ગોલ્ડ અને ભાવિતા મધુ સિલ્વર મેડલ જીતી ગઈ છે.ભાવિતા ડીપીએસ ઈસ્ટની ધોરણ ૧૨માં ભણે છે. તેણે નામવાન-સાઉથ કોરીયા ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત એશિયન રોલર સ્કેટીંગ ચેમ્પિયનશિપ ૨૦૧૮ની જૂનિયર કેટેગરીમાં ( ૧૩થી ૧૯ વર્ષ) વિજેતા બનીને રજત ચંદ્રક હાંસલ કર્યો છે.
ભાવિતા ગુજરાતની ૬ સભ્યોની બનેલી મજબૂત ટીમની સભ્ય હતી. આ ટીમની મશરી પરીખે ૭.૫ના સરેરાશ સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક તથા ૭.૨ના સ્કોર સાથે ભાવિતાએ રજત ચંદ્રક હાંસલ કર્યઓ છે. ભાવિતાએ સ્ટેટ અને નેશનલ ચેમ્પિયનશિપમાંથી પસાર થઈને સિલેકશન કેમ્પમાં ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતનુ પ્રતિનિત્વ કરવા પસંદ થઈને નેશનલ ટીમનો હિસ્સો બની હતી. ભાવિકાને કોચ જ્યુતિકા દેસાઈએ(ઈન્ડીયા કોચ) તાલીમ આપી હતી અને ઈટાલીના રાફેલો મેલોસ્સી તેના ઈન્ટરનેશનલ કોચ હતા.