(એજન્સી) લંડન, તા.ર૮
મૂળ ભારતના ૧પ વર્ષીય કિશોર હસન પટેલને લંડનની પ્રતિષ્ઠિત એટોન કોલેજમાં ૭૬ હજાર પાઉન્ડ શિષ્યવૃત્તિ મળી છે. જો કે આ શિષ્યવૃત્તિ મેળવવા માટે હસનને સોશિયલ મીડિયામાં ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલ મુજબ ભારતીય મૂળના હસન પટેલે ગત વર્ષ બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીના વાર્ષિક સમારંભમાં ભાગ લીધો હતો અને લંડનની પ્રખ્યાત એટોન કોલેજમાં ૭૬ હજાર પાઉન્ડની શિષ્યવૃત્તિ મેળવી હતી. એટોન કોલેજની શિષ્યવૃત્તિ સ્વીકારવા માટે હસનને સોશિયલ મીડિયામાં દેશદ્રોહી, પાખંડી, સ્વાર્થી સમાજવાદી અભિયાન જેવા આરોપ મૂકવામાં આવ્યા છે. હસને આ આક્ષેપોનો જડબાતોઢ જવાબ આપ્યો છે એન કહ્યું કે આ શિષ્યવૃત્તિ મેળવવા તેણે ખૂબ મહેનત કરી છે અને અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડ્યું છે. તેણે સમાજના ઠેકેદારોને વેધક પ્રશ્ન કર્યો કે, શિષ્ય મેળવવા પર તેના પર આરોપ મૂકવાને બદલે અસમાન શિક્ષણ પ્રણાલી પર કેમ ચર્ચા કરતા નથી ? સોળ વર્ષીય પટેલ ટ્‌વીટર માધ્યમથી શિક્ષણ વ્યવસ્થા વિરૂદ્ધ સતત પોસ્ટ કરતા રહ્યા અને હજારો લોકો તેમના સમર્થનમાં આવ્યા, પટેલે જણાવ્યું કે શિષયવૃત્તિનો અર્થ એવો નથી કે તેમની નીતિ બદલાઈ જશે પરંતુ તેઓ ભવિષ્યમાં પણ સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરતા રહેશે.