(એજન્સી)
ઈસ્લામાબાદ, તા.૮
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં અજાણ્યા શખ્સોએ બાળકીઓની બે શાળાઓને આગ ચાંપી હતી. પોલીસે બુધવારે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પિશિન જિલ્લામાં સ્થિત બે શાળાઓમાં મંગળવારે રાત્રે આગ લગાવવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અજાણ્યા વ્યક્તિ શાળાઓની ઈમારતમાં આગ લગાવી ફરાર થયા હતા. આ ઘટનામાં આતંકવાદ સંગઠનોનો હાથ હોવાની સંભાવના છે. જો કે હજુ કોઈ સંગઠને આ અંગે જવાબદારી લીધી નથી. જો કે અન્ય વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાને તોફાની તત્ત્વોનું કારસ્તાન ગણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનમાં શૈક્ષણિક સંસ્થાને આગચંપીની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા શુક્રવારે અજ્ઞાત આતંકવાદીઓએ ઉત્તર ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં ૧ર શાળાઓને આગ ચાંપી હતી.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં અજાણ્યા તત્ત્વોએ બે શાળાઓને આગ ચાંપી

Recent Comments