(સંવાદદાતા દ્વારા) વલસાડ, તા.૨૬
વલસાડ-ધરમપુર રોડ ઉપર બોદલાય ગામ પાસે સ્કૂલ બસમાં અગમ્ય કારણોસર ગેરબોક્ષમાંથી આગના ધુમાડો નીકળતા ડ્રાઈવર મુસ્તકીમે બસને સાઈડમાં પાર્ક કરી દીધી હતી અને જલ્દીથી બાળકો સાથે બસમાં મુસાફરી કરતા કર્મચારીઓને બહાર કાઢીને સલામતીથી દૂર કરવાની સફળ કામગીરી બજાવી હતી. બસમાં આગ લાગી ગઈ હતી ત્યારે આગના ધુમાડો નીકળતા આજુબાજુ ટ્રાફિકજામ થઇ ગયો હતો. ડ્રાઈવર મુસ્તકીમે સમયસર બાળકોને બહાર કાઢતા કોઈપણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી અને વલસાડ ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આગનું સ્વરૂપ વિશાળ હોવાથી સમગ્ર સ્કૂલ બસ સળગીને ભંગારની હાલતમાં ફેરવાઈ ગઈ હતી.
વલસાડ-ધરમપુર રોડ ઉપર સ્કૂલ બસ બળીને ખાખ થઈ

Recent Comments