(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૧
શહેરની ધ ઈન્ડિયન કલચરલ સોસાયટી સંચાલિત સફન ઈંગ્લીશ સ્કૂલ સફળ વિદ્યા વિહાર પ્રાથમિક શાળાના મકાન માલિક દ્વારા એડવાન્સમાં ભાડું વસૂલવા છતાં વિદ્યાર્થીઓને વીજળી પૂરવઠો અને પાણી સપ્લાય બંધ કરી દેતાં ભારે હાલાકીમાં મૂકાયા છે. વીજળી ન હોવાના કારણે વિદ્યાર્થીઓને બહાર લોબીમાં બેસવું પડે છે. આ બાબતે કોર્ટે આદેશ આપ્યા છતાં મકાન માલિક દ્વારા વિદ્યાર્થીઓને વીજળી અને પાણી આપવામાં આવતું નથી. આ સંદર્ભે સફળ વિદ્યા વિહારના ટ્રસ્ટી એ.આર.પઠાણે જણાવ્યું હતું કે અમો શાળાના ટ્રસ્ટી ઓ.એ.જાંબુવાલા કો.ઓ.બેંકથી ૧૦ વર્ષના કોન્ટ્રાક્ટથી ભાડેથી રાખેલ છે પણ બે-ત્રણ વર્ષ પૂરા થતાં અને એડવાન્સ ભાડુ વસૂલવા તેમજ પ્રતિમાસ રેગ્યુલર ભાડુ આપવા છતાં મકાન ખાલી કરાવવા મકાન માલિકે પાણી સપ્લાય તેમજ વીજ પુરવઠો બંધ કરી દીધેલ છે. જેના લીધે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પાણી અને લાઈટ વગર ઘણી મુશ્કેલીઓમાં મૂકાય છે. જો કે, શાળા દ્વારા પાણીના કૂલરોની વ્યવસ્થા કરવામાં આવી છે પણ વીજળી વગર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઘણું સહન કરવું પડે છે. આ બાબતે કોર્ટે પણ આદેશ કરવા છતાં મકાન માલિકની દાદાગીરીથી ઘણી મુશ્કેલીઓ પડે છે અને આગામી દિવસોમાં પ્રથમ કસોટી છે તો આ અંગે અમો સ્થાનિક પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે.