Gujarat

કાંકરેજ તાલુકાના શિક્ષક અને આચાર્ય વચ્ચે ઝઘડો થતા ગામજનોએ શાળાને તાળું માર્યુ

ડીસા, તા.૩૧
કાંકરેજ તાલુકાના ગામે અગાઉ શિક્ષકે પોતાની જ શાળાના આચાર્ય ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. શિક્ષક અને આચાર્ય વચ્ચે ટકરાવની સ્થિતિથી શિક્ષણકાર્ય ઉપર અસર થતી હોઇ ગામલોકોએ શાળાને તાળું મારી દેતાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષકે મધ્યાહન ભોજનની મહિલાને મદદ કરવા અગાઉ આચાર્ય ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાક્રમને લઇ શિક્ષણાધિકારી વિગતો લઇ ડીપીઇઓ સમક્ષ પહોંચ્યાં છે. બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાની ખોડા પ્રાથમિક શાળાને આજે ગામલોકોએ ભેગા મળી તાળાબંધી કરી દેતાં ચકચાર મચી ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી શાળાના આચાર્ય અને વ્યાયામ શિક્ષક વચ્ચે તણાવ ઉભો થયો છે. આચાર્ય પર શિક્ષકે હુમલો કર્યાની ઘટના બાદ શિક્ષણકાર્ય અસરગ્રસ્ત થઇ રહ્યુ હોઇ ગામલોકો નારાજ બન્યા છે. પરિસ્થિતિ થાળે પાડવા ગામલોકોએ આચાર્ય અને શિક્ષકની બદલી કરાવવા માંગ કર્યા બાદ ઝડપથી સંતોષ નહિ મળતાં તાળાબંધી કરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિક્ષક અને આચાર્ય વચ્ચે ઝઘડાના કારણમાં એક મહિલાનું નામ પણ સામે આવ્યુ છે. મધ્યાહન ભોજનની મહિલા સંચાલકને વહીવટી બાબતે મદદરૂપ થવા શિક્ષકે પોતાની ઉપર હુમલો કર્યાનો આક્ષેપ આચાર્ય જગમાલ જોશીએ કર્યો છે. મધ્યાહન ભોજનમાં વધુ સંખ્યા લખવા હુમલાખોર શિક્ષકે દબાણ લાવી નહિ માનતા રસ્તા વચ્ચે ગાડી રોકી માર માર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે ગામમાં શિક્ષણકાર્ય ભારે મુંઝવણ વચ્ચે આવી જતા ગામલોકોએ બંનેની તાત્કાલિક અસરથી બદલી કરવા તાળાબંધીનો કાર્યક્રમ આપી દીધો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.