(એજન્સી) પેશાવર, તા.૧
અફઘાનિસ્તાનની સીમા નજીક આવેલ ઉત્તરી-પૂર્વ પાકિસ્તાનના પ્રાંતમાં છોકરાઓની પ્રાથમિક શાળાને ઉડાવી દેવામાં આવી. ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં આ એકમાત્ર સ્કૂલ હતી.
આ હુમલો બાઉન્ડરી દીવાલની આસપાસ બોમ્બ લગાવીને કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય બિલ્ડિંગના બેરૂમ ધરાશાયી થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું. સિનિયર ઓફિસરે જણાવ્યું કે, ૮૦થી ૯૦ વિદ્યાર્થી ભણતા હતા. રવિવાર હોવાથી સ્કૂલ બંધ હતી જેથી કોઈના પણ જાનહાનિના સમાચાર નથી. સ્કૂલમાં બોમ્બ મૂકવાની પુષ્ટિ તહેરિકે-એ-તાલિબાને અને જમાતુલ અહરરે કરી હતી. આ પહેલા પાકિસ્તાનના ઉત્તરી-પશ્ચિમ વિસ્તારમાં હજારો સ્કૂલો પર આતંકીઓ હુમલો કરી ચૂક્યા છે. સુરક્ષા દળો મુજબ આ પહેલા છોકરીઓની પ્રાથમિક શાળા પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં શિક્ષણ સંસ્થાઓ પર હુમલાઓ થતાં રહે છે.