નવી દિલ્હી,તા.૧૭
ટીમ ઇન્ડિયાના પૂર્વ સલામી બેટ્‌સમેન વીરેન્દ્ર સહેવાગએ ડીડીસીએની ક્રિકેટ કમિટિથી રાજીનામું આપી દીધુ છે. સહેવાગની સાથે-સાથે ભારતીય ખેલાડી આકાશ ચોપડા અને રાહુલ સાંઘવીએ પણ પોતપોતાના પદ છોડતા રાજીનામું સોંપી દીધુ છે.
આ ક્રિકેટ કમિટિને ડીડીસીએ અધ્યક્ષ રજત શર્મા દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા અને સહેવાગ, ચોપડા અને સંઘવી માટે પ્રથમ કામ વિભિનન્ન પસંદગી સમિતિઓ અને કોચોની પસંદગી કરવાનું હતું. આ કામને કરાત જ સહેવાગે સમિતિના અન્ય સભ્યો આકાશ ચોપડા અને રાહુલ સાંઘવી સાથે મળી મનોજ પ્રભાકરને કોચ તરીકે દિલ્હીની ટીમ સાથે બનાવી રાખવાની ભલામણ કરી હતી, પરંતુ તેને સ્વીકૃતિ મળી નહી. આ પછી આ ત્રણે પૂર્વ ખેલાડીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ. પરંતુ હજુ સુધી એ સાફ થઇ શક્યુ નથી કે શું આ કારણે જ સહેવાગે રાજીનામું આપ્યું છે.
આ અંગે વિરૂએ કહ્યું કે, અમે સાથે મળીને ડીડીસીએમાં ક્રિકેટના સુધાર માટે પોતાનો સમય અને યોગદાન આપવાનો પ્રયાસ કર્યો. દિલ્હી ક્રિકેટના સર્વોત્તમ હિતને જોતા, અમે ત્રણે વ્યસ્ત કાર્યક્રમને જોતા ડીડીસીએની ક્રિકેટ કમિટિના કાર્યને કાયમી રાખવા અમે સક્ષમ નથી.