પેરિસ,તા. ૬
પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા સિગલ્સ વર્ગમાં યુએસ ઓપનની રનર્સ અપ અમેરિકાની મેડિસન કિજ હવે કિલર પુરવાર થઇ રહી છે. કિજે કજાકિસ્તાનની યુલિયા પુતિનસેવાને એક કલાક અને ૨૪ મિનિટમાં હાર આપીને સેમીફાઇનલમાં આગેકુચ કરી લીધી છે. કિજે યુલિયા પર ૭-૬ અને ૬-૪થી જીત મેળવી હતી. બીજી બાજુ સાતમી ક્રમાકિત ઓસ્ટ્રિયાના ડોમિનિક થિમે જોરદાર દેખાવ કરીને બીજા ક્રમાંકિત જર્મનીના જ્વેરેવ પર જીત મેળવી હતી. જ્વેરેવ પર ૬-૪, ૬-૨, ૬-૧થી જીત મેળવી હતી. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી છે. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરી છે. અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે.