(એજન્સી) હૈદરાબાદ, તા.૬
મહેંદીપટયનમ વિસ્તારમાં સેના અધિકારીઓ દ્વારા એક મહિલાને જબરજસ્તી બુરખો હટાવવાની ઘટના બહાર આવી છે. સિદ્દીકનગરની રહેવાસી કમરબેગમે સેના અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમના પુત્ર, ભાઈ સાથે હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે સેનાના અધિકારીઓએ તેમનો બુરખો હટાવવા મજબૂર કરી. કમરબેગમના જણાવ્યાનુસાર ગેટ પર અટકાવી પાસ બતાવવા કહ્યું, પાસ ન હોવાને કારણે અધિકારીઓએ તેમને બુરખો હટાવવા મજબૂર કરી હતી. આ મુદ્દે તેમના પરિજનો ભડકી ઉઠ્યા તેમણે સેનાના અધિકારીઓને કહ્યું કે મહિલા સાથે દુવ્યવહાર ના કરે. પરિજનોએ જ્યારે બુરખો હટાવવાનો વિરોધ કર્યો ત્યારે સેનાના લોકોએ તેમના ભાઈ અબ્દુલ નબી પર હુમલો કર્યો. ત્યારબાદ મહેંદી પટ્ટનમ ગાર્ડનની સામે મોટી સંખ્યામાં સ્થાનીય લોકો ભેગા થયા. તેમણે સેના અધિકારીઓ વિરૂધ્ધ નારેબાજી કરી સરકારથી તેમની વિરૂધ્ધ કાર્યવાહીની માગ કરી. ડીસીપી વેંકટેશ્વર રાવ અને આસિફનગરના એસ.પી. મોહંમદ ગૌસ મોહિઉદ્દીન ઘટના સ્થળે પહોંચી પ્રદર્શનકર્તાઓ આશ્વાસન આપ્યું કે આરોપીઓ વિરૂધ્ધ શીઘ્ર કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો કે આવી ઘટનાઓ અહીં સામાન્ય બની ગઈ છે. અગાઉ પણ મુસ્તફા નામના એક યુવાનની સૈન્ય વિસ્તારમાં કથળતી હાલતમાં મૃત્યુ થઈ હતી. હુમાયુનગર પોલીસ ચોકીમાં મહિલાના ભાઈ અબ્દુલ નબીએ કૃષ્ણ ડાગર અને અન્ય સેનાનાં અધિકારીઓ વિરૂધ્ધ આઈ.પી.સી.ની ધારા ૩૪૧ અને ૩ર૩ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી. હાલ સી.સી.ટી.વી. કેમેરાની રેકોર્ડિંગના આધારે તપાસ કરવામાં આવી રહી છે.