(એજન્સી) ગુવાહાટી, તા.પ
આસામના પાટનગર ગુવાહાટીથી દક્ષિણે બ્રહ્મપુત્રા નદીમાં મુસાફરોને લઈ જતી એક નાવ પલ્ટી ખાતા બધા મુસાફરો નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત બચાવ ટુકડી આવી પહોંચી હતી અને ૧પ મુસાફરોને બચાવી લીધા હતા. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે. નાવ ગુવાહાટીના ઉત્તરથી દક્ષિણ તરફ મુસાફરોને લઈ જતી હતી. નાવમાં વિદ્યાર્થીઓ હતા. જેમાંના ર૦નું મોત થયું હતું. જ્યારે ૪૦ હજુ લાપતા છે. રાહત અને બચાવમાં મદદ માટે સેનાને બોલાવાઈ હતી. હજુ ૩૦ વિદ્યાર્થીઓ નદીના પ્રવાહમાં ગુમ થયા છે.