(એજન્સી) તા.ર૪
અઠવાડિયાના પ્રથમ દિવસે સેન્સેક્સમાં પ૦૦ પોઈન્ટથી વધારેનું ગાબડું જોવા મળ્યું હતું. સોમવારે સેન્સેક્સ પ૩૬.પ૮ પોઈન્ટ જ્યારે નિફ્ટી ૧૬૮.ર૦ પોઈન્ટ ઘટીને અનુક્રમે ૩૬૩૦પ.૦ર અને ૧૦,૯૬૭.૬પ પર બંધ થયા હતા. ફક્ત આઈટી શેરોને છોડીને બેન્કિંગ, ફાયનાન્સ, ઓટો અને એમએમસીજી શેરોમાં કડાકો જોવા મળ્યો હતો.
સોમવારે માર્કેટમાં જોવા મળેલી ઉથલપાથલ વિશે ૧૦ મુદ્દા :
૧. બી.એસ.ઈ. બેન્ચમાર્ક ઈન્ડેક્ષમાં સૌથી વધારે ઘટી ગયેલા શેરો મહિન્દ્રા એન્ડ મહીન્દ્રા, એચ.ડી.એફ.સી. મારૂતિ સુઝૂકી, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક હતા. આ બધા શેરોમાં ૩.૮થી પ.૮ જેટલો ઘટાડો થયો છે.
ર. નિફ્ટીના કુલ પ૦ શેરોમાંથી ૩૭ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. પીએસયુ બેંક અને ફાયનાન્સ સૂચકાંકોના નેતૃત્વમાં નિફ્ટીના બધા સૂચકાંકો ઘટ્યા હતા. નિફ્ટી પીએસયુ બેંકમાં ર.પ૯ ટકા, નિફ્ટી ફાયનાન્સમાં ૩.૦પ ટકા નિફ્ટી રિઆલિટીમાં પ.૪૧ ટકા અને નિફ્ટી ઓટોમાં ૩.૭૪ ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
૩. એનએસઈ પર ઈન્ડિયા વી.આઈ.એક્સ વોલાટિલિટી (અસ્થિરતા)ના આંકમાં ૬.૩ર ટકાનો વધારો થતા માર્કેટમાં મોટા પ્રમાણમાં અસ્થિરતા જોવા મળી હતી.
૪. આઈડીબીઆઈ કેપિટલના રિસર્ચ વડા એ.કે. પ્રભાકરે કહ્યું હતું કે લિક્વિડિટીની ચિંતાના કારણે ફાયનાન્સ સેક્ટરના શેરોમાં ઘટાડો થયો હતો જેની અસર ઓટો અને રિઅલ એસ્ટેટ સેક્ટર પર જોવા મળી હતી.
પ. દિવસની શરૂઆતમાં નાણામંત્રી અરૂણ જેટલીએ ટ્‌વીટ કર્યું હતું કે સરકાર નોનબેંકિંગ ફાયનાન્સિયલ સેક્ટર કંપનીઓ અને મ્યુચ્યુલ ફંડોને પૂરતા પ્રમાણમાં લિક્વિડિટી મળે બધાં જ પગલાં લેશે.
૬. આ દરમિયાન ડોલર સામે રૂપિયો ૦.ર૯ પૈસા ઘટી ૭ર.૪૯ની સપાટી પર પહોંચી ગયો હતો.
૭. ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ઈન્ફોસિસની આગેવાનીમાં આઈટી શેરોમાં તેજી જોવા મળી હતી. વિશ્લેષકોએ કહ્યું હતું કે, રૂપિયો નબળો પડતા ભારતીય આઈટી કંપનીઓના નફામાં ઉવાળો જોવા મળશે.
૮. ચીને યુએસ સાથે ટેરિફ વિશે મંત્રણા રદ કરતા એશિયન શેરોમાં સાવચેતી જોવા મળી હતી. બીજી તરફ રશિયા સહિત ટોચના ખનીજતેલ ઉત્પાદકોએ ખનીજતેલના ઉત્પાદનમાં વધારો કરવાનો પ્રસ્તાવ નકારી કાઢતા તેના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
૯. યુએસ સ્ટોક ફ્યુચરમાં નરમાશ જોવા મળી હતી જ્યારે જાપાનની બહાર એશિયા પેસિફિક શેરોના એમએસસીઆઈ ઈન્ડેક્ષમાં ૦.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન શેરોમાં ૦.રપ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ન્યુઝીલેન્ડના બેન્ચમાર્ક ઈન્ડેક્ષમાં ૦.૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
૧૦. શુક્રવારે સેન્સેક્સ ર૭૯ પોઈન્ટ ઘટી ૩૬,૮૪૧ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૯૧.રપ ના ઘટાડા સાથે ૧૧,૧૪૩ પપર બંધ થઈ હતી.

માર્કેટમાં છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલી ઉથલપાથલના કારણે રોકાણકારોના રૂા.૮પ લાખ કરોડનું ધોવાણ

(એજન્સી) તા.ર૪
છેલ્લા પાંચ દિવસથી શેર બજારમાં થઈ રહેલી ઉથલપાથલના કારણે રોકાણકારોના ૮.૪૭ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. ગયા અઠવાડિયાની બીએસઈ બેન્ચમાર્ક ઈન્ડેક્ષમાં લગભગ પ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં ૧,૭૮પ.૬ર પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટમાં ફેલાયેલા ગભરાટને કારણે બીએઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલ રૂા.૮,૪૭,૯૭૪.૧પ કરોડ ઘટીને ૧,૪૭,૮૯,૦૪પ કરોડ થઈ ગઈ હતી. સોમવારે બીએસઈ પર લિસ્ટેડ ર,૧૧૧ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે પ૩૮ શેરોમાં વધારો થયો હતો અને ૧૬૮ શેરોમાં કોઈ ફેરફાર નોંધાયો હતો. આ ઉપરાંત ૪૭૦ શેરો પર અઠવાડિયાની નીચલી સપાટીએ પહોંચી ગયા હતા.