મુંબઇ,તા.૮
ભારતીય શેર માર્કેટને જોઈ એવું લાગી રહ્યું છે કે માર્કેટને મોદી સરકાર ૨.૦નું પહેલું બજેટ પસંદ આવ્યું નથી. શુક્રવારે મોટા કડાકા બાદ સોમવારે પણ ભારતીય શેર માર્કેટમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે અને માર્કેટ સતત લાલ નિશાનમાં ટ્રેડ કરતું દેખાયું હતું. સોમવારે સેન્સેકસ લગભગ ૭૯૩ પોઈન્ટ ગગડીને ૩૮,૭૨૦ જ્યારે નિફ્ટી ૨૫૨ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧,૫૫૮ નજીક બંધ આવ્યા છે. બે દિવસોમાં રોકાણકારોના ૫ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે. શુક્રવારે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ૧૫૩.૫૮ લાખ કરોડ રૂપિયા હતી જે સોમવારે સવારે ગગડીને ૧૪૮.૪૩ લાખ કરોડ પર આવી. આ પ્રમાણે બે દિવસમાં ૫ લાખ કરોડથી વધુનું ધોવાણ થયું. સેન્સેક્સના ૩૦માંથી ૨૭ અને નિફ્ટીના ૫૦માંથી ૪૫ શેર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં. બેંકિંગ અને ઓટો સેકટરના શેર્સમાં વેચવાલીનું જોર વધુ જોવા મળ્યું. મારૂતિના શેરમાં ૫%નો ઘટાડો રહ્યો. પીએનબીના શેર ૧૧%નો કડાકો નોંધાયો. પીએનબીએ શનિવારે જણાવ્યું કે ભૂષણ પાવર એન્ડ સ્ટીલના ૩૮૦૦ કરોડ રૂપિયાના ફ્રોડની જાણ થઈ છે. આરબીઆઈને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. માનવામાં આવે છે કે ફ્રોડની જાણકારી સામે આવવાને કારણે શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. બજેટ રજૂ થયાના દિવસ એટલે કે ૫ જુલાઈએ બજેટમાં બેંકોથી લઈને એનબીએફસી માટે અનેક ઉપાય કરવામાં આવ્યા, પરંતુ બજેટના એલાનોથી શેર બજારને નિરાશા થઈ. બજેટ બાદ બજારમાં ભારે વેચાવલી થઈ અને સેન્સેક્સ તથા નિફ્ટી મોટા ઘટાડા સાથે બંધ થયા. બીએસઈના ૩૦ શેરોવાળા મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ ૩૯૪.૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૩૯૫૧૩.૩૯ના સ્તરે બંધ થયો. બીજી તરફ, એનએસઈના ૫૦ શેરોવાળા મુખ્ય ઇન્ડેક્ટ નિફ્ટી ૧૩૫.૬૦ પોઇન્ટના ઘટાડા સાથે ૧૧,૮૧૧.૧૫ના સ્તરે બંધ થયો હતો. ટ્રેડર્સના મતે બજારમાં લિક્વિડિટીનું સંકટ દૂર કરવાના પણ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કર્યો પણ સામે સોના, પેટ્રોલ, ડીઝલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરી દીધો હતો. આ ભાવ વધારો ઈંધણમાં ફુગાવો વકરાવે તેવી શક્યતા છે. જોકે, મંદી વચ્ચે પણ આજે યસ બેન્ક, ૫.૯ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત આજે વધીને ટ્રેડ થઈ રહેલા અન્ય શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ તેમજ, ૐઝ્રન્ ટેકનો, ્‌ઝ્રજી, ટેક મહિન્દ્રા વગેરે ૈં્‌ શેરોનો સમાવેશ થાય છે. આ સપ્તાહે દેશની પ્રમુખ આઈટી કંપની ટીસીએસ ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ના પહેલા ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કરશે. જ્યારે સપ્તાહના અંતે ઈન્ફોસિસ તેના ત્રિમાસિકગાળાના પરિણામો જાહેર કરી શકે છે. ઉપરાંત દેશમાં ઓદ્યોગિક ઉત્પાદન મે મહિનાના આંકડા પણ જાહેર કરવામાં આવી શકે છે અને શુક્રવારે જૂન રિટેલ મોંઘવારી દરના આકંડા પણ જાહેર થઈ શકે છે.