પેરીસ, તા.પ
સેરેના વિલિયમ્સ સોમવારે મારિયા શારાપોવા વિરૂદ્ધ ચોથા મુકાબલા પહેલા ઈજાના કારણે હટી ગઈ. સેરેનાએ કહ્યું કે મારા પેક (છાતી અને ખભાની આસપાસનો ભાગ) મસલ્સમાં થોડી પરેશાની છે જેના કારણે હું સર્વિસ પણ કરી શકતી નથી મને રમવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. સેરેનાના કોર્ટ ઉપર ન ઉતરવાથી શારાપોવાને કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળી ગયો છે તેણે કહ્યું હું આવતીકાલે એમઆરઆઈ કરાવીશ. હું અહિંયા રોકાઈને ડૉક્ટરો અને સ્પેશ્યાલીસ્ટોને બતાવીશ હું જાણવા માંગુ છું કે આ ઈજા કેટલી ગંભીર છે સેરેનાએ ત્રીજા રાઉન્ડમાં ગોર્જીસને ૬-૩, ૬-૪થી હરાવી શારાપોવા સામેની ટક્કર સુનિશ્ચિત કરી હતી. જેણે ચેકની છઠ્ઠા ક્રમાંકની કારોલીના પ્લીસકોવાને ૬-ર, ૬-૧થી હરાવી હતી. માતા બન્યા બાદ સેરેનાએ આ ફ્રેન્ચ ઓપન દ્વારા ગ્રાન્ડસ્લેમ પ્રતિયોગિતા પુનરાગમન કર્યું હતું પણ અહિંયા ઈજાના કારણે તેને નિરાશ થવુંં પડ્યું છે.