(એજન્સી) ચેન્નાઈ, તા.ર૬
સેક્સ કાંડમાં સામેલ મદુરાઈની કામરાજ યુનિવર્સિટીની મહિલા કોલેજના ફેકલ્ટી મેમ્બરની ધરપકડ કરાઈ છે જ્યારે રિસર્ચ સ્કોલરે કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. વી. મુરુગન આસિસ્ટન્ટ પ્રોફેસરની ગઈ રાત્રે ધરપકડ કરાઈ હતી અને સવારે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેમને પ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતા. રિસર્ચ ફેલો કુરુપ્પાસ્વામીએ મદુરાઈની કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. જેમને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા છે. બંને પ્રોફેસરો સામે સેક્સ અંગેની માગણીની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આ ધરપકડો કરાઈ હતી.