(એજન્સી) ન્યુયોર્ક, તા.ર૬
ટ્રમ્પના વકીલ દ્વારા એક ઓડિયો ફાઈલ સાર્વજનિક કર્યા બાદ એકવાર ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિ એક વધુ સેક્સ કૌભાંડ લોકોની સામે આવ્યું છે.
રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક પૂર્વ વકીલ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં ટ્રમ્પ એક પોર્ન અભિનેત્રીને પૈસાની લાલચ આપી આગ્રહ કરી રહ્યો છે કે, આ રહસ્યને દુનિયા સમક્ષ ન લાવે. ફાર્સ એજન્સીના અહેવાલો વધુમાં જણાવે છે કે, પૂર્વ વકીલ માઈકલ કોહેન દ્વારા આ વીડિયો જાહેર કરાતાં ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ ઓડિયો ક્લિપને સીએનએન ન્યૂઝ ચેનલે પ્રસારિત પણ કરી. જેમાં સ્પષ્ટ સંભળાય છે કે, ટ્રમ્પ તેમના વકીલ માઈકલ કોહેનને કહી રહ્યાં છે કે, તેઓ પોર્ન અભિનેત્રીને ચૂપ રાખવા કંઈક કરે અથવા તેની સાથે બેઠક કરાવે. આ સેક્સ કાંડ ર૦૧૬માં રાષ્ટ્રપતિની ચૂંટણીના ૧ મહિના અગાઉનું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ એવી ખબર આવી હતી કે ટ્રમ્પે આ પોર્ન અભિનેત્રીને ચૂપ રહેવા માટે દોઢ લાખ ડોલર આપ્યા હતા.