(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી વાર વડાપ્રધાન મોદી પર હુમલો કરતાં એવું જણાવ્યું કે શા માટે વડાપ્રધાન ચીન પર મોન છે ? રાહુલની ટીપ્પણી એવે સમયે આવી છે કે જ્યારે મોદીએ ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગને જી-૨૦ શિખર સંમેલનમાાં આગામી બ્રિક્સ સંમલેનમાં ભારતના પૂરા સહયોગની ખાતરી આપીને શુભેચ્છા પાઠવી છે. મોદીએ હમ્બર્ગમાં જી૨૦ દેશોની બેઠકમાં બ્રિક્સ દેશોના નેતાઓ સાથેની ઓપચારિક મુલાકાત દરમિયાન આ ટીપ્પણી કરી હતી. કોંગ્રેસ ચાઈનીઝ ઘુસણખોરીના મુદ્દે મોદી સરકાર પર સવાલ ખડો કરી રહી છે. અને ભૂતાન ટાઈજંક્શન નજીક ડોકલામ વિસ્તારમાં તંગદીલીની હળવી કરવા માટેની રણીનીતિ ઘડવાનું સરકારને જણાવ્યું હતું. ભારતીય લશ્કરે ડોકલામ વિસ્તારમાં ચીનના બાંધકામને અટકાવી દીધું તે પછી બન્ને દેશો વચ્ચે સેન્ય ટકરાવ ચાલી રહ્યો છે. જમ્મુ કાશ્મીરથી શરૂ થઈને છેક અરૂણાચલ પ્રદેશ જતી ૩૪૮૮ કિમી લાંબી ભારત-ચીન સરહદનો ૨૨૦ કિમી વિસ્તાર સિક્કીમમાં આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં રાહુલ ગાંધીએ આ બીજી વાર મોદી પર હુમલો કર્યો છે. બુધવારે રાહુલે મોદીને સૌથી નબળા વડાપ્રધાન ગણાવ્યાં હતા.