અમદાવાદ, તા.૧૯
આવતીકાલથી શરૂ થઈ રહેલા નવા વર્ષ નિમિત્તે અમદાવાદ શહેરના મેયર દ્વારા શહેરીજનોને શુભેચ્છા પાઠવવામા આવી છે.નવા વર્ષ નિમિત્તે મેયર ગૌતમ શાહે નગરજનોને અપીલ કરતા કહ્યુ કે,નવા વર્ષમા સહુ નગરજનો એક થઈ આ શહેરનો સર્વાંગી વિકાસ કરવામા સહભાગી બનીએ.અમદાવાદ શહેરમા છેલ્લા એક દાયકામા થયેલા વિકાસને યાદ કરતા તેમણે કહ્યુ કે,અમદાવાદ શહેરને સહુના સાથથી આપણે હજુ વધુ વિકાસની ઉંચાઈ ઉપર લઈ જઈએ અમદાવાદ શહેરને સ્વચ્છ શહેર બનાવવા માટે પણ શહેરીજનો પાસે તેમણે સહયોગ માગતા આવનારા વર્ષમા સૌ શહેરીજનો આરોગ્યમય અને સુખાકારી સાથે પ્રગતિ કરી આગળ વધે એ માટે તેમણે શુભેચ્છા વ્યકત કરી હતી.