અમદાવાદ, તા.૪
અમદાવાદ શહેરમાં આ મોસમમા પડેલા ભારે વરસાદ બાદ હાલ જ્યારે વરસાદે વિરામ લીધો હોવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ શહેરમા મચ્છરજન્ય એવા મેલેરીયા,ઝેરી મેલેરીયા,ડેન્ગ્યુ અને ચીકનગુનીયા સહીતના ૨૨૦૦ ઉપરાંત કેસ નોંધાવા પામતા તંત્ર દ્વારા કરવામા આવતી કાર્યવાહી માત્ર કાગળ ઉપર હોવાનુ પુરવાર થવા પામ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમા આ વર્ષે જુન માસથી શરૂ થયેલા વરસાદે જુલાઈ,ઓગસ્ટ માસમા પણ અમદાવાદ શહેર ઉપર હેત વરસાવતો હોય એમ વરસવાનુ ચાલુ રાખતા અમદાવાદ શહેરમા સીઝનના સરેરાશ ૩૦ ઈંચ જેટલા વરસાદની સામે ૩૯ ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસી ગયો છે.હાલ અમદાવાદ શહેરમા વરસાદે વિરામ લીધો હોવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ શહેરમા ઘેરઘેર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે.અમદાવાદ શહેરમા પુરા થયેલા ઓગસ્ટ માસમા સાદા મેલેરીયાના કુલ મળીને ૧૮૫૧ જેટલા કેસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ કે રેફરલ દવાખાનાઓમા જ નોંધાવા પામ્યા છે.ખાનગી હોસ્પિટલો કે દવાખાનાના કેસના આંકનો સમાવેશ થતો નથી.આ જ પ્રમાણે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા વીતેલા એક માસની અંદર ઝેરી મેલેરીયાના કુલ મળીને ૨૮૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરીયા વિભાગ તરફથી રોજબરોજ શહેરના વિવિધ વિસ્તારોમા એન્ટિલાર્વા એકિટીવીટી કરવામા આવતી હોવાના મોટા-મોટા દાવાઓ કરવામા આવી રહ્યા છે તેવા સમયે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા ડેન્ગ્યુ માટે જવાબદાર માનવમા આવી રહેલા એડીસઈજીપ્તી નામના મચ્છરને કારણે ૩૧ દિવસમા ડેન્ગ્યુના કુલ મળીને ૧૧૪ કેસ નોંધાવા પામ્યા છે.ડેન્ગ્યુના કેસમા પણ ખાનગી હોસ્પિટલો કે દવાખાનાઓમા સારવાર લઈ રહેલા દર્દીઓનો સમાવેશ થતો નથી.અમદાવાદ શહેરમા પુરા થયેલા એક માસમા ચીકનગુનીયાના પણ આઠ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમા પ્રદૂષિત પાણીને લઈને શહેરના વિવિધ વિસ્તારોમા ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૮૫૭ કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે કમળાના પણ કુલ મળીને ૨૧૬ કેસ નોંધાવા પામ્યા છે.બીજી તરફ શહેરમા પાણીજન્ય એવા ટાઈફોઈડના પણ વીતેલા એક માસની અંદર કુલ મળીને ૨૩૮ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેલેરીયા વિભાગ તરફથી શહેરના વિવિધ છ જેટલા ઝોનમા રોજબરોજ કરવામા આવી રહેલી એન્ટિ લાર્વા પ્રવૃત્તિ માત્ર કાગળ ઉપર જ કરવામા આવતી હોવાનુ ચિત્ર જોવા મળી રહ્યુ છે કેમકે હાલની પરિસ્થિતિમા ખાનગી તબીબોને તો દર્દીઓની લાગતી લાબી કતારોને લઈને જમવા સુધીનો સમય મળતો ન હોવાનુ પણ વિશ્વસનીય સૂત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે.
કયા રોગના કેટલા કેસો નોંધાયા !

મચ્છરજન્ય કેસો
વિગત ૨૦૧૬ ૨૦૧૭
સાદા મેલેરીયાના કેસો ૧૦૦૯૪ ૬૩૪૬
ઝેરી મેલેરીયાના કેસો ૧૯૫૦ ૪૭૫
ચીકુનગુનિયા કેસો ૪૪૭ ૧૬૭
ડેન્ગ્યુના કેસો ૨૮૫૨ ૩૩૫
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૮૭૪૭ ૭૩૫૨
કમળો ૨૮૯૪ ૧૪૪૦
ટાઈફોઈડ ૩૦૧૬ ૧૮૬૬
કોલેરા ૧૦૨ ૭૦