સુરત, તા.રપ
પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ-રાંદેરએ દત્તક લીધેલા ત્રણ વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં સફળ થયા છે. પીએમઈટીના ત્રણ અડોપ્ટેડ સ્ટુડન્ટ ૧. ડાય શહેઝાદ (પરીએજ) ર. પટેલ મઆઝ અ.રશીદ (કંથારિયા) ૩. સાદીક શૈખ (બિલિમોરા)એ મનુબરવાલા દાઉદ મુન્શી મેમોરિયલ હોસ્ટેલ-રાંદેર ખાતે પીએમઈટીની સીધી દેખરેખ હેઠળ રહી સીએનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી મે-ર૦૧૭માં લેવાયેલ સીએ ફાઈનલ પરીક્ષામાં ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં પાસ જાહેર થયા છે. ડાય શહેઝાદે આ સિદ્ધી પ્રથમ પ્રયત્ને પ્રાપ્ત કરી છે જ્યારે આ સાથે ટ્રસ્ટ અડોપ્ટેડ સીએનો સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરનાર સફળ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૧૧ થઈ છે. સંસ્થાએ વિદ્યાર્થીઓને બિરદાવી સર્વે શુભેચ્છકો અને સહાયકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સ્કીમ હેઠળ ધો.૧ર પાસ કરેલ કે બીકોમ પાસ કરેલ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા અડોપ્ટ કરી સુરતના પ્રખ્યાત ક્લાસ સીપીએસ ટ્યુશનમાં મોકલી સીએ રવિ છાવછરિયાની સીધી દેખરેખ હેઠળ સઘન તાલીમ આપવામાં આવે છે એમ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ-રાંદેર સુરતની યાદીમાં જણાવાયું છે.