(એજન્સી) જયપુર, તા.૧૪
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખખાને જોધપુર ટુરીસ્ટ ગાઈડ એસોસીએશન દ્વારા આપવામાં આવેલ સન્માનનો સ્વીકાર કરતાં પોતાની જયપુર મુલાકાતને અટકાવી જોધપુરમાં રોકાણ કર્યું હતું. શાહરૂખખાન તેની આવનારી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ના પ્રમોશન માટે જયપુર જઈ રહ્યો હતો. જોધપુરમાં શાહરૂખનો ટુરીસ્ટ ગાઈડ દ્વારા રાજસ્થાની પાઘડી પહેરાવી જોધપુર પરંપરા મુજબ આવકાર કરવામાં આવ્યો હતો. જોધપુર ગાઈડ એસોસીએશને શાહરૂખખાનને એસોસીએશનના નિશાનવાળુ ટોકન અને સભ્યપદથી સન્માનિત કર્યા હતા. કિંગખાને ગાઈડ્‌સ સાથે વાતચીત કરી તેમની કામગીરી વિશે ચર્ચા કરી હતી.
જોધપુર ગાઈડ એસોસીએશનના વડા રતનસિંઘ રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે શાહરૂખખાને જોધપુરની મુલાકાત લઈ જોધપુર ટુરીસ્ટ ગાઈડ એસોસીએશનનું માનદ સભ્યપદ સ્વીકારવા બદલ હૃદયથી આભાર માનીએ છીએ તે જોધપુરના પર્યટન ક્ષેત્રમાં વધારો કરશે. શાહરૂખખાને પણ સન્માન સ્વીકારતા જોધપુર ગાઈડ એસોસીએશનનો આભાર માન્યો હતો.