ખાલી હૈ સદાકત સે સિયાસત તો ઈસી સે
કમઝોર કા ઘર હોતા હૈ ગારત તો ઈસી સે
-અલ્લામા ઈકબાલ
પાલ્મ્યારામાં સીરિયાના ભવ્ય રોમન ખંડેરોના પુનઃ ખોદકામ માટે સંયુક્ત રાષ્ટ્રોનું સમર્થન મેળવવા માટે રશિયા દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પરંતુ કેટલાંક પશ્ચિમી રાજદ્વારીઓને ડર લાગી રહ્યો છે કે ક્રેમલિન (રશિયન સરકાર) માત્ર અન્ય દેશોના શહેરોમાં આવેલા સમૃદ્ધ કુદરતી સંસાધનોનો ફાયદો ઉઠાવવા માટે મદદની માગણી કરી રહી છે.
રશિયન સરકાર સીરિયાના પ્રાચીન ખંડેરોને બચાવવા માટે દબાણ કરી રહી છે. તેના દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર રશિયાએ લાભદાયી ગેસના અધિકારો અને ખાણ કામના અધિકારોના બદલામાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓથી પાલ્મ્યારાની આસપાસના પ્રદેશને બચાવવા તથા તેને સુરક્ષિત કરવા માટે ખાનગી સુરક્ષા કંપનીઓની સહાય મેળવવાનો પ્રયાસ કર્યો છે.
પશ્ચિમ દેશોની રાજકીય રમતોનો ભોગ અફઘાનિસ્તાન અથવા સીરિયા અથવા અન્ય કોઈપણ મુસ્લિમ દેશ બની શકે છે પરંતુ તેનો વિનાશ સર્જીને ફાયદો મેળવવા માટે પશ્ચિમી દુનિયા દ્વારા કરવામાં આવતા કાવાદાવા એ કોઈપણ દેશની પરિસ્થિતિને અસંતુલિત કરે છે. આ દેશોની પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે જાણે મોતના ફરિશ્તા અહિંયા ઓવરટાઈમ કરીને કામ કરી રહ્યા હોય ! નિર્દોષ લોકો તેમના પ્રિયજનોની દફનવિધિમાં વ્યસ્ત રહેતા હોય છે.
શક્તિશાળી મધ્ય – પૂર્વીય દેશોની પણ પોતાની એક નબળાઈ છે અને પશ્ચિમી દેશો તેમની આ રાજકીય અવ્યવસ્થાનો ભરપૂર ફાયદો ઉઠાવવા માટે શેતાની રમતો રમતા રહે છે. જેને કારણે ભૂતકાળ શક્તિ હવે વર્તમાન અસરહીન થતી જોવા મળી રહી છે.
કહેવાય છે કે દુનિયાનો સૌથી મોટો બોજ વૃદ્ધ પિતાના ખભા પર યુવાન પુત્રની લાશનો હોય છે. પ્રથમ તસવીરમાં અફઘાનિસ્તાનના કાબુલમાં થયેલા આત્મઘાતી હુમલા બાદ મોતને ભેટેલા પોતાન યુવાન પુત્રના વિયોગમાં હોસ્પિટલમાં કલ્પાંત કરીને બેહોશ થઈ ગયેલ એક અફઘાની બુઝુર્ગંને હોશમાં લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
દ્વિતીય તસવીર તાજેતરમાં કાબુલમાં થયેલા કાર બોમ્બ હુમલામાં ભોગ બનેલા ર૬ લોકો પૈકી એક મૃતકના જનાઝાને કબ્રસ્તાનમાં લઈ જતાં અફઘાનીઓ નજરે પડે છે. કાબુલના પાડોશમાં આવેલા ગામમાંથી પસાર થઈ રહેલી સરકારી કર્મચારીઓની બસમાં થયેલા હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી. આ હુમલામાં ૪૧ લોકો ઘાયલ થયા હતા, જ્યારે ર૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હુમલાને પગલે અફઘાન રાજધાનીમાં સાંપ્રદાયિક હિંસાનો ભય વધી ગયો હતો.ૃ