(એજન્સી) તા.૨૩
ભારતમાં ભાજપ શાસિત સરકાર ધર્મ અને વિચારધારાના આધારે શાકાહારવાદની (વેજીટરીયનનિઝમ) હિમાયત કરી રહ્યો છે. તાજેતરમાં ૨ ઓક્ટો. મહાત્મા ગાંધીના જન્મદિને તમામ ટ્રેનોમાં શાકાહારી મેનુનો અમલ કરવા માટે રેલવેને ફરજ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જો કે નેશનલ હેલ્થ ડેટાના ઇન્ડિયા સ્પેન્ડ દ્વારા હાથ ધરાયેલા વિશ્લેષણ અનુસાર ૮૦ ટકા ભારતીય પુરુષોે અને ૭૦ ટકા મહિલાઓ સાપ્તાહિક નહી તો પ્રસંગોપાત ઇંડા, માછલી, ચિકન કે માંસનું સેવન કરે છે. અલબત તેમનું દૈનિક ભોજન દહી કે દૂધ, કઠોળ કે ધાન્ય અને લીલા એ પાંદડાવાળી શાકભાજીનું બનેલું શાકાહારી હોય છે. ૪૨.૮ ટકા ભારતીય મહિલાઓ અને ૪૮.૯ ટકા ભારતીય પુરુષો સપ્તાહમાં એક વાર માછલી, ચિકન કે માંસનું સેવન કરે છે એવું નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬ દ્વારા જાણવા મળ્યું છે. ભારતીયોના સરેરાશ ભોજનનું મૂલ્યાંકન કરવું મહત્વનું છે કારણ કે દેશમાં કુપોષણ કે મેદસ્વીતા એ બંને મોટી સમસ્યા છે. ૫૩.૭ ટકા મહિલાઓ અને ૨૨.૨૭ ટકા પુરુષો દુર્બળ હોય છે અને ૨૨.૯ ટકા મહિલાઓ અને ૨૦.૨ ટકા પુરુષો પાતળા હોય છે (૧૮.૫ કરતા ઓછા માસ ઇન્ડેક્ષ ધરાવતા શરીર) જ્યારે ૨૦.૭ ટકા મહિલાઓ એન ૧૮.૯ ટકા પુરુષો વધુ પડતું વજન ધરાવે છે અથવા તો મેદસ્વી હોય છે.
તાજેતરમાં આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયે ઇંડા અને માંસ જેવા માંસાહારી ખોરાકને જંકફૂડમાં ગણાવતી ઇમેજ ટ્‌વીટ કરી હતી ત્યારે વિવાદ છેડાયો હતો જેના કારણે પાછળથી આ ઇમેજ ડિલીટ કરી નાખવામાં આવી હતી. ૨૦૧૫માં મ.પ્ર. સરકારે જૈન સમૂહના દબાણ પર આંગણવાડી કે ડે કેર સેન્ટરમાં પીરસવામાં આવતા ઇંડા પર પ્રતિબંધ મૂક્યો હતો. નેશનલ ઇન્સ્ટીટ્‌યૂટ ઓફ ન્યૂટ્રીશન હૈદરાબાદ દ્વારા દૂધ, માંસ, માછલી અને ઇંડા તેમજ કઠોળ અને શીંગ જેવા પ્રોટીનસભર આહારનું સેવન કરવા માટે હિમાયત કરવામાં આવી હોવા છતાં આવા પગલા લેવામાં આવ્યા હતા.
પ્રાણીજન્ય પ્રોટીન એ ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન છે કારણ કે તે યોગ્ય પ્રમાણમાં જરુરી તમામ એમિનો એસિડ પૂરા પાડે છે જ્યારે શાકભાજીના પ્રોટીનની ગુણવત્તા પ્રાણીજન્ય પ્રોટીન જેવી નથી હોતી કારણ કે તેમાં જરુરી એમિનો એસિડનું પ્રમાણ ઓછું હોય છે.