ડીસા, તા.ર૪
ડીસા તાલુકાના ખેડૂતોને શાકભાજીનાપોક્ષણ ક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોને શાકભાજી રસ્તા ઉપર રખડતા ઢોરોને તથા ગૌશાળામાં આપવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરેલ છે. જેમાં ખાસ કરીને ફૂલાવર, દૂધી અને મરચા તથા ટામેટાનું વાવેતર કરેલ છે. આ અંગે ખેડૂત રામપ્રસાદ લોધાએ જણાવ્યું કે અમે માર્કેટમાં ફૂલાવર વેચવા જઈએ છીએ તો મણના ૪૦ રૂપિયા આવે છે. જેનાથી રિક્ષા ભાડું અને માત્ર મજૂરી પણ મળતી નથી ત્રણ-ત્રણ મહિના મથીને ખેડૂતો વાવેતર કરે ત્યારે શાકભાજી થાય છે. એમાં પણ ભાવ ન મળતા ખેડૂતોને સ્થિતિ પડતા ઉપર પાટા જેવી થઈ જવા પામી છે. ભાવ ન મળતા કેટલાંક ખેડૂતોએ ઢોરોને તથા ગૌ શાળામાં ફૂલાવર ટ્રેક્ટર ભરી ભરીને આપી દીધા હતા. હાથમાં મજૂરી ના પૈસા પણ ન મળતાં ખેડૂતોની હાલત દયનિય બની જવા પામી છે. એકબાજુ પેટ્રોલ-ડીઝલ સહિતની મોંઘવારીએ માજા મૂકી છે. ત્યારે ખેડૂતોને પોક્ષણ ક્ષમભાવ શાકભાજીના ન મળતાં પડતા ઉપર પાટા જેવી સ્થિતિ થવા પામી છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોને શાકભાજીના પોક્ષણ ક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે