બાવળા,તા.ર૯
અમદાવાદના બાવળા નગરના રામનગર ખાતે રહેતા દેવીપૂજક પ્રવીણ ભાઇ (ઉર્ફે. ઝીણા ભાઈ)આત્મારામ ભાઇ (ઉ.વ.૪૦)ના તેમના પરીવાર સાથે રહે છે તેમ ને બે દીકરા અને ત્રણ દીકરી અને પત્ની સાથે રહે છે. ત્યારે ગઇ રાત્રે એક વાગ્યા સુધી તેઓ પોતાના રહેણાક પર બેઠા હતા ત્યાર બાદ બધા સુઈ ગયા હતા. જ્યારે સવાર પડતા પરિવાર ચા-નાસ્તો કરવા પ્રવિણ ભાઇને જગાડતા પ્રવિણ ભાઇ મૃત હાલતમાં જોવા મળતા બાવળા પોલીસને જાણ કરાતા બાવળા પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલ લાવતા જોતા ગળાના ભાગે નીશાન જોતા પ્રાથમિક તપાસમાં આત્મહત્યા હોય. તેમ જણાતું હતું. જ્યારે પરિવારને શક જતા બાવળા પોલીસે પેનલમાં પોસ્ટ મોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.