(એજન્સી) તા.ર૮
એનસીપી નેતા શરદ પવારે સોમવારે કહ્યું હતું કે, તે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પદની મહત્ત્વાકાંક્ષા ન હોવાની સ્પષ્ટતા કરી તેનાથી ‘ખુશ’ છે. તેમણે કહ્યું હતું કે, ર૦૧૯ની ચૂંટણીમાં જે પાર્ટી મહત્તમ બેઠકો મેળવશે તે વડાપ્રધાન પદ માટે દાવો કરશે. ૭૮ વર્ષીય પવારે કહ્યું હતું કે, એક વખત ચૂંટણી થવા દો. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે અમે સાથે બેસીશું. જે પાર્ટી વધારે બેઠકો મેળવશે તે વડાપ્રધાન પદ માટે દાવો કરશે.