ન્યૂયોર્ક, તા.૩૧
વિશ્વની પૂર્વ નંબર વન ખેલાડી મારિયા શારાપોવાએ યુ.એસ. ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો જ્યારે યુવા સ્ટાર એલેક્સઝેન્ડર જ્વેરેચ અને નિક કિર્ગિયોસ ગ્રાન્ડ સ્લેમમાંથી બહાર થઈ ગયા. શારાપોવાએ હંગેરીની ટિમિયા બાલોસને ૬-૭, (૪/૭), ૬-૪, ૬-૧થી પરાજય આપ્યો. આ મહિને મોટ્રિયમ ફાઈનલમાં ફેડરરને હરાવનાર અને આ વર્ષે પાંચ એટીપ ટાઈટલ જીતનાર ચોથા ક્રમાકના જ્વેરેચ ૬૧માં ક્રમાંકના ક્રોએશિયન ખેલાડી બોર્ના કોરિચ સામે ૩-૬, ૭-પ, ૭-૬, (૭/૧), ૭-૬, (૭/૪)થી હારી ગયો. વિમ્બલ્ડનમાં રનર્સઅપ રહેલો માર્ટિન સિલિચે જર્મનીના મેયરને ૬-૩, ૬-૩, ૬-૩થી હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. ૧૪માં ક્રમાંકનો નિક કિર્ગિયોસ પ્રથમ રાઉન્ડમાં ર૩પમાં ક્રમાકના ઓસ્ટ્રેલિયન મિલમૈન સામે હારી ગયો. મિલમૈને ૬-૩, ૧-૬, ૬-૪, ૬-૧થી વિજય મેળવ્યો.
યુક્રેનની ચોથા ક્રમાંકની સ્વિતોલિના અને ઓસ્ટ્રિયાની ડોમિનિક થીમે વરસાદના વિઘ્નવાળી મેચોમાં વિજય મેળવી યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સ્વિતોલિનાએ ચેક ગણરાજ્યની કેટરીના સિનિયાકોવાને ૬-૦, ૬-૭, (પ/૭), ૬-૩થી પરાજય આપ્યો જ્યારે થીમે ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોરને ૬-૪, ૬-૧, ૬-૧થી પરાજય આપ્યો.