(એજન્સી) તા.ર૮
આગામી લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું છે કે તેમની પાર્ટી આ વખતે કોઈ કસર બાકી નહીં રાખે કારણ કે, તેમની પાર્ટી કેન્દ્રની મોદી સરકારની ઉખાડી ફેંકવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ પીએમ મોદી પર ‘ધ પેરાડોક્સિકલ પ્રાઈમ મિનિસ્ટર’ શીર્ષક નામથી પુસ્તક લખનાર શશિ થરૂરે કહ્યું કે, સાર્વજનિક રીતે પીએમ તમાર પ્રકારની ઉદાર વાતો કરે છે જેમ કે સબકા સાથ, સબકા વિકાસ કે પછી સંવિધાન મારૂ એકમાત્ર પવિત્ર પુસ્તક છે. પરંતુ રાજકારણમાં તે ભારતીય સમાજના સૌથી ‘અનુદાર તત્ત્વો’ પર નિર્ભર રહે છે.
દેશના રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર શશિ થરૂરે કહ્યું છે કે તેમનામાં મતદારોને પ્રભાવિત કરવાનો કરિશ્મા છે અને તે પાર્ટી માટે મૂલ્યવાન સાબિત થશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં શશિ થરૂરે કહ્યું છે, કે સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ બધી બાધાઓ ખતમ કરી દેશે. તેમણે કહ્યું કે, પ્રિયંકા ગાંધીને બહેતર અપીલવાળા અને વિશ્વસનીય નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. શશિ થરૂરે કહ્યું કે, હજુ સુધી તે સીમિત હતા, પોતાને અમેઠી અને રાયબરેલી સુધી સીમિત રાખ્યા હતા.
શશિ થરૂરે કહ્યું કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનું લક્ષ્ય મોદીને સત્તામાંથી ઉખાડી ફેંકવાનું છે. અમે મોદી અને તેમની સરકારને બહાર કરવા ઈચ્છીએ છીએ. તેમણે પ્રિયંકા ગાંધી વિશે કહ્યું કે, તેમને સાર્વજનિક રીતે હજુ પોતાની ધાક જમાવવાની છે પરંતુ પાર્ટીમાં અંદરની બાબતોમાં તેમને જોવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તિરૂવનંતપુરમમાં સાંસદ, ૬૨ વર્ષીય થરૂરે ઘણી બીજા મુદ્દાઓ પર પણ પોતાની વાત કહી છે.
શશિ થરૂરે કહ્યું કે મારા હિસાબે મોદી હિંદીના સૌથી સારા વક્તા છે પરંતુ જ્યારે તેમના નૈતિક નેતૃત્વની વાત આવે ત્યારે તે ચૂપ થઈ જાય છે. તે પોતાના અવાજમાં ચઢાવ-ઉતાર લાવે છે અને નાટકીય હાવભાવ અપનાવે છે. તે એમની રાજકીય અપીલનો સૌથી મોટો ભાગ છે. શશિ થરૂરે કહ્યું કે, પીએમ મોદી ત્યારે કેમ નથી બોલી શકતા જ્યારે આખો દેશ મોહમ્મદ અખલાક, જુનેદ ખાન, પહલુ ખાન અને રોહિત વેમુલાના પરિવારોનું દુઃખ રજૂ કરવા માટે એક અવાજ સાંભળવા માંગતા હતા.