(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૭
ઉચ્ચ પોલીસ અધિકારી ડી.રૂપા જેમણે શશીકલાને જેલમાં અપાતી સગવડોની હકીકતો ખુલ્લી પાડી હતી એમને કર્ણાટકના બદલી કરાયેલા ડીજીપી એચ.એન.સત્ય નારાયણ રાવે કાયદાકીય નોટિસ મોકલાવી છે. ડી.રૂપાને જણાવાયું છે કે, એમણે ત્રણ દિવસમાં શહેરના જાણીતા સમાચાર પત્રોમાં તમોએ કરેલ કૃત્ય બદલ માફી માંગો. જો તમે એ નહીં કરો તો હું તમારી વિરૂદ્ધ થવાની અને ફોજદારી રાહે બદનક્ષી પેટે પ૦ કરોડ રૂપિયાનો કેસ દાખલ કરીશું. રૂપાએ આક્ષેપો મૂકયા હતા કે શશીકલાને જેલમાં વિશેષ સગવડો આપવા માટે ર કરોડની લાંચ અપાઈ હતી જેમાં રાવ પણ સામેલ હતા અને એમણે પણ લાભ લીધો હતો. આ નિવેદન આવ્યા પછી ડી.રૂપાની તાત્કાલિક બદલી કરી દેવાઈ હતી. પણ એ પોતાની વાતને વળગી રહી હતી. રાવે દાવો કર્યો છે કે, રૂપાએ મારા નામ, પ્રતિષ્ઠા અને આત્મસન્માનને દુઃખ પહોંચાડ્યું છે જેના લીધે મને માનસિક આઘાત લાગ્યો છે. એમણે કહ્યું છે કે, જો રૂપા જેલના બધા ફોટાઓ લઈ શકે છે તો એમણે એ રસોડાનો ફોટો કેમ નથી લીધો જ્યાંથી એમને સગવડો અપાતી હતી. રાવે કહ્યું કે આના માટે હું આવકવેરા વિભાગને પણ ફરિયાદ કરીશ કે એ ર કરોડનું પગેરૂ શોધી કાઢે કે ર કરોડનો વહેવાર કઈ રીતે થયો હતો જેથી દોષી વ્યક્તિઓને ઝડપી શકાય.