(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
વડાપ્રધાન મોદીની જાહેરમાં ટીકા કરવાથી તેઓને ઝાંખા નહીં પડે. હવે બહુ થયું. ભાજપના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ કહ્યું છે કે, વડાપ્રધાન મોદી સાથે તેમના વૈચારિક મતભેદોથી તેમને તેમના મતવિસ્તારના મોટાભાગના કાર્યક્રમોથી દૂર રખાય છે. જે વર્તમાન સમયમાં સમાચારો બને છે.
શત્રુઘ્નસિંહાએ એક ટ્‌વીટ કરી કહ્યું હતું કે, તેઓ પટના યુનિવર્સિટીના શતાબ્દિ સમારોહમાં વડાપ્રધાન મોદીને આવકારે છે. તેમણે પટના યુનિવર્સિટીની ગરિમાને પુનઃ ભવ્ય બનાવવા માટે વડાપ્રધાન મોદીને કોઈક યોજના માટે વિનંતી કરી હતી.
તેમણે કહ્યું કે, પટના યુનિવર્સિટીમાં શતાબ્દિ મહોત્સવ ઉજવણીમાં તેમને આમંત્રણ અપાયું નથી. જેમાં વડાપ્રધાન મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપસ્થિત રહેનાર છે.
આમંત્રણ ન પાઠવવા બદલ ભૂલ છે. જેમાં તેઓ પટના યુનિવર્સિટીના સ્નાતક છે. લાલુ યાદવ કે યશંવત સિંહાને પણ આમંત્રણ અપાયું નથી. વડાપ્રધાનના કાર્યાલયે આમંત્રણ પત્રિકાનો વહીવટ કર્યો છે. વડાપ્રધાન સાથે ન બેસવા મળતાં ઘણાનો અહમ્‌ ઘવાય છે.
પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ મોદી સરકારની આર્થિક નીતિની ઝાટકણી કાઢી હતી. લાલુ યાદવ સામે દરોડાની કાર્યવાહી લાલુ યાદવ દ્વારા મોદીનો મુકાબલો કરાતાં થઈ રહી છે. શત્રુઘ્ન સિંહા પટનાના સાંસદ છે. તેઓને પટનાના કોઈપણ કાર્યક્રમમાં બોલાવાતા નથી. કારણ કે તેઓ વડાપ્રધાનના ટીકાકાર છે.