(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
ભાજપના બાગી નેતા અને પટણાના સાંસદ શત્રુઘ્ન સિંહાને ભાજપે ટિકિટ આપવાનો ઇન્કાર કર્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. તેમને પટનાસાહેબની બેઠક પરથી ઉમેદવાર બનાવાશે અને ભાજપના નેતા રવીશંકર પ્રસાદનો મુકાબલો કરશે.
દરમિયાન શત્રુઘ્ન સિંહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માનનીય વિદાય લેતા સરજી કહી શુભેચ્છા પાઠવી આરોપ મૂક્યો હતો કે, તેમણે ઇવીએમનો દુરુપયોગ કરી અહંકારી બની ગયા છે.
ટ્‌વીટ કરી સિંહાએ વડાપ્રધાન મોદીને નિશાન બનાવતાં લખ્યું કે, માનનીય વિદાય લેતા સાહેબને શુભેચ્છા… હવે તમે શા માટે પ્રચાર પાછળ પૈસાનો ધુમાડો કરો છો. તમે વિવિધ ચેનલો અને કોરિયોગ્રાફરો મારફતે સૂત્રોચ્ચાર કરાવી તમારી વાહવાહ કરાવો છો ? સિંહાએ કહ્યું કે, મોદીજી હજુ પણ હું તમારો શુભેચ્છક છું. ઇવીએમનો દુરુપયોગ કર્યો છતાં તેમજ તમારો અહંકાર. મારી નમ્ર વિનંતિ છે કે, હવે તમે નાણાંનો દુર્વ્યય બંધ કરો. ચેનલો ખરીદી વાહવાહ બંધ કરો. વનમેન શો-ટુ મેન આર્મી. ચેનલો મારફતે પોતાની વાહવાહ કરાવડાના બદલે પ્રેસ સામે આવો. જે પત્રકારો ખરીદાયા નથી તેમનો સામનો કરો. રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન મોદીને કોન્ફરન્સ યોજવા માટે પડકાર ફેંક્યો હતો. પાંચ વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. સિંહાએ ટિકિટ કપાતાં કોંગ્રેસમાં જોડાયા હતા. પુત્રીએ ભાજપ પર પિતાના અપમાનનો આરોપ મૂક્યો હતો.