(એજન્સી) મુંબઈ, તા.૨૭
મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય વિવાદને લઈ ચારે તરફથી રિએક્શન આવે છે. સૌ પહેલાં વહેલી સવારે અચાનક જ દેવેન્દ્ર ફડણવીસ તથા અજિત પવારે મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રી પદના શપથ લઈને તમામને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં. ત્યારબાદ અજિત પવારે મંગળવારે (૨૬ નવેમ્બર) રાજીનામું આપીને આખી બાજી પલટી નાખી હતી. મહારાષ્ટ્રમાં ચાલી રહેલાં આ રાજકીય કાવાદાવાની વચ્ચે જનતા શરદ પવારના વખાણ કરી રહી છે. હાલમાં જ બોલિવૂડ સ્ટાર તથા કોંગ્રેસી નેતા શત્રુધ્ન સિંહાએ ટિ્‌વટર પર શરદ પવાર, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ તથા પીએમ નરેન્દ્ર મોદીને લઈ એક મીમ શૅર કર્યું હતું અને તેના પર લખ્યું હતું, ૧૦૦ સુનાર કી, એક શરદ પવાર કી. શત્રુધ્ન સિંહાએ ટિ્‌વટર પર એક પછી એક એમ ચાર ટ્‌વીટ કરી હતી. સૌ પહેલી ટ્‌વીટમાં શત્રુધ્ન સિંહાએ કહ્યું હતું, ‘સર, ઉતાવળીયો નિર્ણય, અડધી રાત્રે ડ્રામા, વહેલી સવારે શુભેચ્છા, હજી તો લોકો પોતાની બેડ ટી પીવે તે પહેલાં સરકાર બનાવવામાં આવી, કોઈ પણ પ્રોટોકલ અને કેબિનિટ મીટિંગ વગર, જેમાં એક વ્યક્તિનું અભિમાન અને બે લોકોની આર્મી હતી.’ ત્યારબાદ શત્રુધ્ન સિંહાએ બીજી ટ્‌વીટમાં કહ્યું હતું, ‘આના ભયંકર પરિણામો આપણી સામે છે. (આ લોકોની પ્રતિક્રિયા છે સર, મારી નથી.) આટલી ઉતાવળ અને ચિંતા કઈ વાતની હતી સર? જ્યારે બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે તથા તેમની ટીમ હતી, બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે.’ પછીની ટ્‌વીટમાં શત્રુધ્ન સિંહાએ મીમ શૅર કરીને કહ્યું હતું, ‘અહેમદ પટેલ તથા સ્પષ્ટ રીતે લકી માસ્કોટ સોનિયા ગાંધી હતાં.