(એજન્સી) થ્રિસુર,તા.૯
કેરાલાના થ્રિસુર જિલ્લાની શાળાની એક છોકરી જયારે પોતાની પરીક્ષા આપવા માટે ઘોડા પર સવાર થઈને ગઈ એ સમયનો વીડિયો ઈન્ટરનેટ પર અપલોડ થતા તરત જ વાયરલ થઈ ગયો. એક નેટીમુન દ્વારા આ વીડિયો શેર કરાયો હતો જેમાં તેણે ટવીટ કર્યું હતું કે કિશોરી ૧૦માં ધોરણની પરીક્ષા આપવા જઈ રહી છે. જોતજોતામાં જ વીડિયોને હજારો લાઈકસ મળતા અને શેર્સ કરાતા બિઝનેસ ટાયકુન આનંદ મહિન્દ્રાની નજર આ વીડિયો પર પડી તેમણે યુવતીની શિક્ષણ પ્રત્યે પ્રતિબધ્ધતા જોઈને તેણીને હીરો કહીને સંબોધી.
આ શોર્ટ કલીપ શનિવારે મનોજકુમાર નામના ટવીટર યુઝર દ્વારા પોસ્ટ કરાયો હતો. ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે દાખલો બેસાડતી ૧૦માં ધોરણની આ વિદ્યાર્થિની માટે મહિન્દ્રાએ લખ્યું બ્રિલિયન્ટ સ્ત્રી શિક્ષણ આગળ ગેલપીંગ કરી રહ્યું છે. આ કલીપ ગ્લોબલી વાયરલ થવાને લાયક છે.
જો કોઈ થ્રિસુરની આ છોકરી અને તેના ઘોડા વિશે જણાવ્યું હોય તો મને તેમના વિશે માહિતી આપે. હું મારા સ્ક્રીનસેવર પર તેનું પીકચર મુકવા માંગુ છું. શી ઈઝ માય હીરો. સ્કૂલે શાનથી જતી આ છોકરીએ ભવિષ્ય માટે મારામાં આશાવાદને જગાવી દીધો છે. તેમ છોકરીના વખાણ કરતા મહિન્દ્રાએ ટવીટ કર્યું હતું.