(એજન્સી) નવી દિલ્હી,તા.રર
કાશ્મીર પીપલ્સ મુવમેન્ટ નેતા અને ચળવળકારી શેહલા રશીદે આજે કહ્યું હતું કે જયારે સૈન્ય તપાસ શરૂ કરશે. ત્યારે હું પુરવાઓ રજુ કરીશ. શહેલા રશીદે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ બાબત ટિપ્પણીઓ કરી હતી જેના અનુસંધાને એમણે ઉપરોકત વાત કહી છે. દિલ્હીના જંતરમંતર ખાતે કાશ્મીરની સ્થિતિ સામે ડીએમકે દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. જેમાં શેહલા રશીદ પણ જોડાઈ હતી. શેહલાએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના માનવ અધિકારોનો ભંગ કરી રહી છે. જો કે સૈન્યે આ દાવાને રદ કર્યો હતો. શેહલાએ કહ્યું હું એક સામાન્ય કાશ્મીરી છું. આવા સમયે મારી ધરપકડ નથી થઈ એ જ મોટી વાત છે. શ્રીનગરમાં એક ૬પ વર્ષીય વ્યકિતનું પોલીસ દ્વારા છોડાયેલ મિર્ચી ગેસથી મૃત્યુ થયું હતું. હાલની કટોકટીમાં ૧૭ વર્ષનો પ્રથમ પીડિત બન્યો હતો. આની સરખામણીમાં ધરપકડ શું છે ? કાશ્મીરમાંથી આવતા લોકો ત્યાંની પરિસ્થિતિ અંગે જણાવતા કહે છે કે શ્રીનગર અને આજુબાજુના જિલ્લાઓમાં લોકોને થોડે ઘણે અંશે બહાર નીકળવા પરવાનગી અપાઈ છે. પણ સ્થાનિક પ્રેસ ઉપર પ્રતિબંધ છે. રાંધણ ગેસની અછત શરૂ થઈ છે. ગેસ એજન્સીઓ બંધ છે. શોપિયાનમાં ૪ લોકોને સૈન્ય કેમ્પમાં બોલાવવામાં આવ્યા હતા. એમની પૂછપરછ કરાઈ હતી. એમની પાસે એક માઈક મુકયું હતું જેથી આ વિસ્તારના અન્ય લોકો સાંભળી શકે અને ભય અનુભવી શકે. સમગ્ર વિસ્તારમાં આ રીતે ભયનું વાતાવરણ ઉભું કરાયું છે.