(એજન્સી) બેઈજિંગ, તા.૧૮
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનના આર્થિક સુધારાઓ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. એ સાથે એમણે ચેતવણી આપી હતી કે, અમને કોઈ દેશે આદેશો ન આપવા જોઈએ કે અમને શું કરવું જોઈએ અને શું નહીં. રાષ્ટ્રપતિ કમ્યુનિસ્ટ પક્ષની ૪૦મી વરસીની ઉજવણી પ્રસંગે બોલી રહ્યા હતા. અમે અમારા આર્થિક સુધારાઓને આગળ વધારવા પ્રતિબદ્ધ છીએ જે આર્થિક સુધારાઓની શરૂઆત અમારા નેતા ડેન્ગ ઝિઆઓપિંગે ડિસેમ્બર ૧૯૭૮થી શરૂ કરી હતી. એમણે કહ્યું કે એક પક્ષની સિસ્ટમમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. સમાજવાદનું મોટું બેનર ચીન ઉપર ખૂબ જ ઊંચાઈથી ફરકી રહ્યું છે એ ફરક્તું જ રહેશે. ચીનમાં કમ્યુનિસ્ટ પક્ષની નેતાગીરી ચીનના સમાજવાદ માટે મહત્ત્વપૂર્ણ ભાગ છે જેના લીધે ચીનમાં સમાજવાદ ટકી રહ્યો છે. ચીનની પ્રગતિમાં સમાજવાદની સિસ્ટમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પૂરવાર થયેલ છે. ચીન હાલમાં અમેરિકા દ્વારા ઊભા કરાયેલ પડકારોનો સામનો કરી રહ્યો છે. ચીનની પ્રગતિમાં સમાજવાદની સિસ્ટમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પૂરવાર થયેલ છે. ચીન હાલમાં અમેરિકા દ્વારા ઊભા કરાયેલ પડકારોનો સામનો કરી રહ્યો છે જેના સંદર્ભે જ રાષ્ટ્રપતિએ આ પ્રકારનું સંબોધન કર્યું છે. એમણે કહ્યું અમને કોઈની સલાહ અને આદેશની જરૂર નથી. અમે જેને બદલી શકીશું અને જેને બદલવાની જરૂર છે એને બદલીને જ ઝંપીશું અને જેને બદલવાની જરૂર નથી અને જે બદલી નહીં શકાય અમે એને બદલવા પ્રયાસો પણ નહીં કરીશું.