જિસ મૈં ના હો ઈન્કિલાબ, મૌત હૈ વોહ ઝિંદગી
રૂહ-એ-ઉમ્મામ કી હયાત કશ્મકશ-એ-ઈન્કિલાબ
– અલ્લામા ઈકબાલ
કુદરતના નિયમો અને માનવ નિર્મિત કાયદાઓ પ્રસ્તુત બંને તસવીરોમાં સ્પષ્ટપણે જીવનના સંઘર્ષને દર્શાવે છે, જેનું કોઈ શબ્દકોષ વર્ણન ના કરી શકે. પાણીના ટીપાં મૃત્યુની શરૂઆત છે, જ્યાં ટપકતું લોહી એ તુચ્છ જીવનનો પરિચય છે.
પ્રથમ તસવીરમાં નજરે પડતું પક્ષી ધરા પર પરત ફર્યું હતું તે સમયની છે તે વૃક્ષની ડાળી પર બેસીને પોતાની શિકાર માછલીને ગળી જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. વેસ્ટબેન્કના રામલ્લાહના બહારના વિસ્તારમાં આવેલા બેઈત-અલમાં પેલેસ્ટીનીઓએ કરેલા વિરોધ પ્રદર્શનોમાં ઈઝરાયેલી સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરતાં અથડામણ સર્જાઈ હતી. અથડામણ દરમ્યાન પથ્થરમારો કરનાર પેલેસ્ટીની યુવકની ઈઝરાયેલી જવાનોએ અટકાયત કરી હતી અને પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. તે સમયની આ બીજી તસવીર છે. પ્રથમ તસવીર અને બીજી તસવીરમાં શું સામ્ય છે એ તમે નિરખીને જોશો તો સમજાઈ જશે.