(એજન્સી) અમૃતસર, તા.૧૬
આરએસએસના મુખ્ય કેન્દ્ર નાગપુરમાં શ્રી ભારતી પ્રકાશન તરફથી પ્રકાશિત પુસ્તકોમાં શીખ ગુરૂ સાહીબાનને હિન્દુ દેખાડવા સહિત ઐતિહાસિક તથ્યોને તોડી મરોડીને રજૂ કરવાના નિર્લજ્જ પ્રયાસોનો શિરોમણિ ગુરૂદ્વાર પ્રબંધક કમિટીના પ્રધાનભાઈ ગોબિંન્દ સિંહ લોન્ગોવાલે આકરો રોષ પ્રગટ કરતા આના આરોપીઓ વિરૂદ્ધ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારથી કાર્યવાહી કરવાની માંગ કરી છે. શિરોમણિ કમિટીના કાર્યાલયથી જાહેર થયેલ નિવેદનમાં લોન્ગોવાલે કહ્યું કે, આરએસએસની નિર્લજ્જ હરકતથી શીખ ભાવનાઓને ઠેસ પહોંચી છે અને આ મામલાને લઈ શિરોમણિ કમિટી તરફથી કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા પત્ર લખવામાં આવ્યો છે. તેમણે આરએસએસ અને પુસ્તકોના પ્રકાશકને ચેતવણી આપતા કહ્યું કે, તેઓ વિવાદિત પુસ્તકોને તત્કાળ પાછા લે અને શીખ જગતથી માફી માંગે. તેમણે આરાએસએસને નસિહત આપતા કહ્યું કે, તેઓ શીખ વિરોધી ગતિવિધિઓ બંધ કરે. શિરોમણિ કમિટીના પ્રધાને કહ્યું કે, આરએસએસને આ ક્યારેય ન ભૂલવું જોઈએ કે, શીખ એક અલગ ધર્મ છે, અને આનો ઇતિહાસ અનોખો અને વિશાળ છે અને આની મર્યાદા તથા રીતિ-રિવાજ મૌલિક છે.