બેંગ્લોર,તા.૧૪
ભારતીય ઓપનર બેટસમેન શિખર ધવન ટેસ્ટ મેચના પહેલા સત્રમાં સદી કરનાર પહેલો ભારતીય બેટસમેન બની ગયો છે.બેંગ્લુરૂમાં અફગાનિસ્તાનની વિરૂધ્ધ જારી ટેસ્ટ મેચ પહેલા દિવસે તેમણે આ સિધ્ધિ હાંસલ કરી છે.
ધવને રાશિદ ખાનની બોલીંગ પર ચોક્કો મારી પોતાની ટેસ્ટ કેરિયરની સાતમી સદી પુરૂ કરી હતી પોતાની સદી માટે ધવને ૮૭ બોલનો સામનો કર્યો હતો અને ૧૮ ચોક્કા અને ત્રણ સિકસર મારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી છ બેટસમેન એવા છે જેમણે ટેસ્ટ મેચના પહેલા સત્રમાં આ સિધ્ધિ હાંસલ કરી હોય. ઓસ્ટ્રેલિયાના વિકટર ટ્રમ્પર ૧૦૩ રન પહેલો બેટસમેન હતા જેમણે ટેસ્ટ મેચના પહેલા દિવસ પહેલા સત્રમાં જ સદી પુરી કરી હોય.તેમણે ૧૯૦૨માં ઇગ્લેન્ડની વિરૂધ્ધ આ સિધ્ધિ હાંસલ કરી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના જ ચાર્લી માર્કટની ૧૧૨એ ૧૯૨૬માં ઇગ્લેન્ડની વિરૂધ્ધ સદી ફટકારી હતી.ડોન બ્રેડમેન ૧૦૫ રન ત્રીજો બેટસમેન હતા જેમણે આ યાદીમાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. તેમણે લીડ્‌સમાં ઇગ્લેન્ડની વિરૂધ્ધ મેચ પહેલા જ સત્રમાં સદી ફટકારી હતી. પાકિસ્તાનના માજિદ ખાન ૧૦૮ પહેલા એશિયાઇ બેટસમેન હતાં જેમણે ટેસ્ટ મેચના પહેલા દિવસે પહેલા જ સત્રમાં સદી ફટકારી હતી.તેમણે ૧૯૭૬-૭૭માં ન્યુઝીલેન્ડની વિરૂધ્ધ કરાંચી ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારબાદ આગામી ૪૦ વર્ષ સુધી કોઇ બેટસમેન આ યાદીમાં સામેલ થયુ નથી
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર ૧૦૦એ પાકિસ્તાનની વિરૂધ્ધ ૨૦૧૬-૧૭માં સ ડિની ટેસ્ટના પહેલા દિવસે પહેલા સત્રમાં સદી ફટકારી હતી. ભારત તરફથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પહેલા સત્રમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વીરેન્દ્ર સહેવાગના નામે હતો સહેવાગે વેસ્ટ ઇન્ડિઝની વિરૂધ્ધ ૨૦૦૬માં લંચ પહેલા ૯૯ રન બનાવ્યા હતાં.