અમદાવાદ, તા.૫
પોતાના વ્યવસાયને અર્થોપાજન તરીકે નહી, ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા તરીકે શિક્ષણ સમુદાય અપનાવે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષકદિનના પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. પાંચમી સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષકોના રાજ્ય પુરસ્કાર સન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા. તેમણે ગુજરાતમાં શિક્ષકો સામર્થ્ય પર વિશ્વાસ મુકતાં કહ્યું કે, આ ગુરુજનો-શિક્ષકોની પ્રતિબધ્ધતા કર્તવ્ય ભાવનાથી જ રાજ્યની સરકારી શાળાઓને પણ ખાનગી સ્કુલો સમક્ક્ષ ઉચ્ચ અને શ્રેષ્ઠ શિક્ષણ પુરુ પાડતી સંસ્થા બનાવવી છે. વિજય રૂપાણીએ સરકારી શાળાઓમાં સામાન્યતઃ ગરીબ, શ્રમજીવી, પરિવારોના બાળકો જ અભ્યાસ માટે આવે છે તેવી છાપમાં આમુલ પરિવર્તન લાવીને આવી શાળા પણ શ્રેષ્ઠતાની એરણે પાર ઉતરે, શ્રેષ્ઠત્તમ વિદ્યાર્થીઓ સમાજને આપે તેવી સ્થિતિ નિર્માણ કરવાની નેમ દર્શાવી હતી. તેમણે કહ્યું, પૈસો મહત્વના નહિ, પરંતુ ભાવિ પેઢીના સંસ્કાર સિંચનની જે પ્રતિષ્ઠા, ઊંચાઈ શિક્ષકને સમાજમાં મળે છે તે આજીવન મહત્વપૂર્ણ બની રહે છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જીવનની સંધ્યાએ નિવૃત્તિ વેળાએ સાચા શિક્ષકને તે પોતે કેટલું કમાયા તે નહિ, પરંતુ કેટલા વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું તેનો આત્મસંતોષ જ સુખ શાતા આપે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, દરેક બાળકમાં ઈશ્વરનો અંશ છે તેથી શિક્ષણના વ્યવસાયને ઈશ્વરીય કાર્ય માનીને સેવા સાધનાથી રાષ્ટ્ર મનુષ્યમાં રહેલી મહાનતા અને શ્રેષ્ઠતા ઉજાગર કરવાનું સદ્‌કાર્ય શિક્ષક કરે છે. વેતનભોગી સરકારી કર્મચારીથી શિક્ષક અલગ છે. સરકારી કર્મચારી નિર્જીવ ફાઈલો સાથે કાર્ય કરે છે જ્યારે શિક્ષક સજીવ જીવિત બાળકો સાથે કામ કરે છે, એટલે આ વ્યવસાય અન્ય કરતાં અલગ છે.
શ્રેષ્ઠ છે તેમ આજે શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ૪૧ શિક્ષકોનું રાજ્ય સન્માન કરતાં રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું. આ પ્રસંગે શિક્ષતમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણે વર્ગને સ્વર્ગ કેમ ન બનાવી શકીએ. કોઈ શિક્ષક જ્યારે વર્ગને સ્વર્ગ બનાવી વિદ્યાર્થીનું ઉત્તમ નાગરિક તરીકે ઘડતર કરશે ત્યારે શ્રેષ્ઠત્વ પામશે જ. આજે જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળેલ છે તે તમામ અને તેમના પુરિવારને શિક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.