(એજન્સી) નવી દિલ્હી, તા.૮
લોકસભામાં ચૂંટણી અંગે કોંગ્રેસ દેશની રાજધાનીનો ફરી એક વાર પાર્ટીની કમાન પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતને સોંપી શકે છે. સૂત્રોનું માનીએ તો દિલ્હી કોંગ્રેસ રાજ્ય અધ્યક્ષ તરીકે ૮૦ વર્ષીય શીલા દિક્ષીતનું નામ પાર્ટી હાઈકમાન તરફથી લગભગ નક્કી થઈ ચૂક્યું છે. જો કે તેમના આરોગ્ય અંગે ઘણી ચિંતાઓ છે. માટે હાઈકમાન્ડે શીલા દિક્ષીતની સાથે પાર્ટીના ઉપાધ્યક્ષ પદ પર ચાર વરિષ્ઠ નેતાઓને જવાબદારી આપવાનો પણ નિર્ણય લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગામી ૧૦ જાન્યુઆરીએ તેની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવશે.
જો કે કોંગ્રેસ રાજ્ય અધ્યક્ષ અજય માકને પદ પરથી રાજીનામું આપ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ પદ અંગે જાત-ભાતના અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ હાઈકમાન્ડ પાસે ના માત્ર દિલ્હીની જનતામાં પાર્ટી પ્રતિ એકઠુ કરવાનો પડકાર છે. ઉપરાંત પરસ્પર જૂથબાજીને પણ ચૂંટણી પહેલાં સમાપ્ત કરવાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે શીલા દિક્ષીતના કારણે કોંગ્રેસ દિલ્હીમાં ફરીથી મોટા સ્તર પર પરત ફરી શકે છે. માટે પાર્ટી એકમત થઈને તેમના નામને આગળ લાવવા ઈચ્છે છે.
એક તરફ કોંગ્રેસ દિલ્હીમા મુખ્ય પદ અંગે ચર્ચામાં છે ત્યાં સોમવારે દિલ્હી કોંગ્રેસ પ્રભારીના બ્લોક અધ્યક્ષોની યાદી જારી કરવા પર ઘણો હોબાળો થયો. પાર્ટીના કાર્યકર્તાઓએ આ યાદી અંગે અનેક પ્રકારના પ્રશ્ન પણ ઊભા કર્યા છે. દિલ્હી કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોએ ૬૦ બ્લોક અધ્યક્ષોના નામોની યાદી જારી કરીછે.
સૂત્રોનું માનીએ તો તે અંગે ટોચના નેતાઓની વચ્ચે ઘણી તકરાર પણ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી કોંગ્રેસ પાર્ટીના રાજ્ય અધ્યક્ષ રહેલા અજય માકન પહેલાં જ આ નામોની જાહેરાત કરી ચૂક્યા છે. જો કે અત્યાર સુધી રાજ્ય અધ્યક્ષની યાદી જારી કરવાની ઉતાવળ કાર્યકર્તાઓની સમજણની બહાર છે. આ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા સમય પહેલાં થયેલી ચૂંટણીના આધારે જારી થયેલી બ્લોક અધ્યક્ષોની યાદી અંગે કાર્યકર્તાઓનો આ વિવાદ પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચી શકે છે.