(એજન્સી) લંડન, તા.૪
ઈંગ્લેન્ડના ડોક્ટરોને શીતળાના રોગની વિરૂદ્ધ જાગૃત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે, બાળપણમાં થતી આ બીમારી ખૂબ જ ચેપી છે, જેથી તેને અટકાવવી અનિવાર્ય છે. ર૦૧૭માં આ રોગના ર૭૪ કેસો હતા, જો કે લંડનમાં આ વર્ષે આ રોગના સૌથી વધુ એટલે કે ૭૩૮ કેસો પહેલેથી જ નોંધાયેલા છે. ઈંગ્લેન્ડના જાહેર સ્વાસ્થ્ય વિભાગે રાજ્યોને આપેલી ચેતવણીમાં યુવાઓમાં આ રોગને તપાસવાની વિનંતી કરી છે, અને તેમને એમ.એમ. આર.ની રસી મળી છે કે નહીં તે તપાસવાનું પણ કહ્યું છે. આ રસી દ્વારા શીતળા, મમ્પ્સ અને રુવેલા સામે રક્ષણ મળે છે.
ર૦૦૩માં રસીકરણમાં ૮૦ ટકાનો ઘટાડો થયો, જેનાથી કિશોરો આ રોગ સામે અસુરક્ષિત બની ગયા. પી.એચ.ઈ.માં રસીકરણના મુખ્ય ડો. મૈરી રામસેએ એક નિવેદનમાં જણાવ્યું કે, ર૦૦૦ના દાયકાની શરૂઆતમાં બાળકોમાં એમ.એમ.આર.ના રસીકરણનો ઘટાડો થતા તેના પરિણામ સ્વરૂપે, હવે યુવાનો અને વયસ્કોમાં પણ શીતળાનો રોગ જોવા મળી રહ્યો છે. વયસ્કોમાં શીતળતાના રોગના ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં તેમને હોસ્પિટલમાં દાખલ પણ થવું પડે છે અને ઘણી જટિલ સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે.
૧૯૯૦ના દાયકા દરમિયાન યુકેમાં શીતળાને લગભગ નાબૂદ કરી દેવામાં આવ્યો હતો, જો કે એમ.એમ.આર રસી અને ઓટિજમને જોડતા એક અહેવાલમાં આ દાવાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો, શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો હોવાનું જણાયા બાદ ઓછી સંખ્યામાં માતા-પિતા પોતાના બાળકોને રસીકરણ માટે લઈ જતાં હતા. જેને પગલે આ રોગોના લક્ષણો હવે યુવાનો અને વયસ્કોમાં પણ જોવા મળે છે.