(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
વિધાનસભા ચૂંટણીઓની વચ્ચે સંઘને બહાને હિન્દુત્વનો મુદ્દો ફરીથી ચર્ચામાં છે. કોંગ્રેસના ઘોષણા પત્રમાં સંઘની શાખાઓ અંગે થયેલા એલાન પર વળતો પ્રહાર કરતાં મધ્યપ્રદેશના સી.એમ. શિવરાજસિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક પગલું આગળ વધતાં કહ્યું, ‘સંઘ પર પ્રતિબંધ ના લાગી શકે. સંઘની શાખાઓ સરકારી કચેરીઓમાં પણ શરૂ થશે અને સરકારી કર્મચારી પણ તેમાં ભાગ લેશે. તેના પર કોઈ પ્રતિબંધ ના મૂકી શકે.’
બેડિયામાં એક ચૂંટણી રેલીમાં આવેલા શિવરાજે પત્રકારોના પ્રશ્ન પર જવાબ આપતા કહ્યું કે, ‘સંઘ દેશભક્તોનું સંગઠન છે. સરકારી કર્મચારીઓ જ નહીં, દરેક દેશભકત સંઘની શાખાઓમાં જઈ શકે છે. સરકારી કર્મચારીઓના શાખામાં જવાના પ્રતિબંધને ર૦૦૬માં મેં જ હટાવી દીધો હતો. સંઘના દરેક આયોજનમાં દરેકને જવા માટે ભવિષ્યમાં પણ છૂટ આપવામાં આવશે. કોંગ્રેસ અહંકારમાં જીવી રહી છે’ ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા અને પ્રવકતા સંબિત પાત્રાએ ઘોષણા પત્રનો હવાલો આપીને કોંગ્રેસ ભગવાન રામ અને સંઘની વિરૂદ્ધમાં છે, તેમ જણાવ્યું હતું.
શિવરાજના આ નિવેદન પર મધ્યપ્રદેશના પ્રભારી દિપક બાવરિયાએ કહ્યું કે, “ભાજપા પાસે વીજળી, ખેડૂત, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપવાની હિંમત રહી નથી. તેથી તે મુદ્દાથી વિપરીત નિવેદનો આપી રહી છે અને શિવરાજ આવું નિવેદન આપીને બંધારણની મર્યાદાનો ભંગ કરી રહ્યા છે, કારણ કે કોઈપણ સરકારી કર્મચારી રાજકીય પક્ષનો સભ્ય ના હોઈ શકે