(એજન્સી) તા.ર૪
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે પીએમ મોદીની તુલના ભગવાન સાથે કરી છે. શિવરાજ સિંહે કહ્યું કે પીએમ મોદી ભગવાનથી ઓછા નથી. શિવરાજ સિંહે આ પ્રકારનું નિવેદન નાગરિકતા કાયદામાં થયેલા સંશોધનથી પાકિસ્તાનથી આવેલા અલ્પસંખ્યકોને ભારતની નાગિરકતા મળવાના સંદર્ભમાં કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓ માટે વડાપ્રધાન મોદી એક ભગવાન જેવા જ છે. તેમણે કહ્યું કે જે લોકો પ્રતાડિત હતા તેઓ નરકમાં જીવતાં હોય તેવું જીવન જીવી રહ્યાં હતાં.
શિવરાજે કહ્યું કે ભગવાન જીવન આપે છે, માં જન્મ આપે છે પરંતુ પીએમ મોદીજી તેવા લોકોને એક નવું જીવન આપ્યું છે જેઓ ઉત્પીડીત હતા. નરેન્દ્ર મોદી તમે ભગવાનથી કમ નથી. શિવરાજ સિંહે આ પ્રકારનું નિવેદન ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ઈન્દોરમાં પંજાબી સમુદાયને સંબોધિત કરતા આપ્યું હતું.નાગરિકતા કાયદા પર ભાજપે ઈન્દોરમાં બેઠક બોલાવી હતી. શિવરાજે કહ્યું કે પાકિસ્તાનમાં લોકોને મંદિરમાં નથી જવા દેતા, મહિલાઓની સાથે રેપ કરવામાં આવે છે. તેઓને નિકાહ કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને જેઓ આ માટે રાજી નથી હોતા તેઓને મારી નાખવામાં આવે છે. શિવરાજ સિંહે નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલાં લોકોને પીએમ મોદી અને અમિત શાહનું અભિનંદન કરવું જોઈએ તેમ વધુમાં કહ્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સામે વિપક્ષ મુકાબલો કરી શકે તેવી સ્થિતિમાં નથી એટલા માટે તે ફક્ત ભ્રમ ફેલાવી રહ્યો છે. અસત્યના વાદળા સત્યને વધારે સમય સુધી છુપાવી નહીં શકે.