(એજન્સી) તા.૧૧
શિવસેનાએ સોમવારે તેની સહયોગી પાર્ટી ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે ફકત રાજકીય વિરોધી હોવાના કારણે લોકોને દેશદ્રોહી કહેવા એ બીજું કશું નહીં પરંતુ અભિવ્યકિતની સ્વતંત્રતાનું દમન છે. શિવસેનાએ કહ્યું હતું કે દેશભકિત પર કોઈ એક પાર્ટીનો ઈજારો નથી. શિવસેનાએ તેના મુખપત્ર સામના ના સંપાદકીયમાં કહ્યું હતું કે દેશભકિત પર કોઈ એક પાર્ટીનો ઈજારો નથી, અમને આશ્ચર્ય થાય છે. કે કયારે રાજનેતાઓ આ વાત સમજશે. કે એર સ્ટ્રાઈક સૈનિકોની ફરજનો ભાગ હતી. તે એવું કોઈ કાર્ય ન હતું કે જેને કરવા માટે આદેશ આપવો જરૂરી હોય. તાજેતરમાં સેનાનો ગણવેશ પહેરીને રેલીમાં પહોંચનાર દિલ્લી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીને ધ્યાનમાં રાખી સેનાએ કહ્યું હતું કે સેનાનો ગણવેશ પહેરીને મત માગનાર અને એર સ્ટ્રાઈકનો પુરાવો માગનાર બંને સરખી રીતે ખોટા છે.
શિવસેનાએ ભાજપને આડે હાથ લેતાં કહ્યું ‘દેશભકિત એ કોઈ એક પાર્ટીનો ઈજારો નથી’

Recent Comments